<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

સ્‍વેટર કાઢી રાખજો... અઠવાડીયું ઠંડીનો સારો રાઉન્‍ડ

વાતાવરણ સૂકૂ, આકાશ સ્‍વચ્‍છ રહેશે : હાલ માવઠાની સંભાવના નથી

(જયેશ ભટાસણા) મોરબીઃ કારતક માસ પુરો થયા બાદ હવે શિયાળો જમાવટ લેશે.આજ થી આગામી તારીખ ૧૪ ડિસેમ્‍બર સુધી ઠંડીનો જોરદાર રાઉન્‍ડ આવશે. હાલ અરબી સમુદ્રમાં એક સિસ્‍ટમ્‍સ છે તે ગુજરાતને સિધી અસર કરશે નહી જેથી આગાહી સમયમાં હવામાન સૂકૂ અને આકાશ સ્‍વચ્‍છ રહેશે.હાલ કોઇ માવઠું નહીં આવે અને ફ્રેશ વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ ઉતર ભારતને ૮ ડિસેમ્‍બરથી અસર કરશે તેથી પહાડી વિસ્‍તારમાં ભારે હિમવર્ષા અને ઉતરના મેદાની રાજ્‍યોમાં વરસાદ પડશે તેથી ઉતર પૂર્વનના ઠંડા પવનો ગુજરાત તરફ આવશે.તારીખ ૯/૧૦ બે દિવસ દરમ્‍યાન નોર્મલ થી વધુ રહેશે. કચ્‍છ લાગુ મોરબી વિસ્‍તારમાં અમુક જગ્‍યાએ તાપમાન ૧૦ ડિગ્રી કે તેથી નીચે જોવા મળશે. હવામાન નિષ્‍ણાંત રમેશ બસીયા (નાના ખીજડીયા ટંકારા)

(1:46 PM IST)