તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
ટંકારાના લજાઇ પાસે હાઈપ્રોફાઈલ જુગાર ક્લબની તપાસ માટે SMCના ધામાં : ખુદ નિર્લિપ્ત રાય તપાસમાં જોડાયા
ટંકારાના લજાઈ નજીક આવેલ કમ્ફર્ટ હોટેલમાં અંદાજે નવ કલાકની તપાસ, પંચોના નિવેદનોની ચકાસણી, જુગાર ક્લબ ઉપર મોટા વહીવટની ચર્ચા વચ્ચે ટંકારા પી. આઈ. ની પણ થઇ હતી બદલી

(પ્રવીણ વ્યાસ-જયેશ ભટાસણા દ્વારા) મોરબી-ટંકારા,તા.૭ : લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટેલમાં હાઇપ્રોફાઈલ જુગાર ક્લબ પકડાયા બાદ મોટા વહીવટની ચર્ચા વચ્ચે ઓચિંતી ટંકારા પી. આઈ. ની બદલી થઇ હતી. આ સમગ્ર મામલે સમક ની ટીમે હોટેલમાં પહોંચી ૯ કલાક તપાસ ચલાવ્યાનું જાણવા મળી રહ્યુ છે. જેમ બાબતે મોરબી પંથકમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટેલમાં ધમધમતી હાઇપ્રોફાઈલ જુગાર ક્લબ પર ગત તા ૨૫ ઓક્ટોબર ના રોજ દરોડો પાડી ટંકારા ઇન્ચાર્જ પી. આઈ. વાય. કે. ગોહિલે ૧૨ લાખ રોકડા તેમજ ફોર્ચ્યુનર કાર સહીત ૬૩ લાખનો મુદામાલ કબ્જે કરી રાજકોટના જાણીતા શિલ્પા જ્વેલર્સ વાળા ભાસ્કર પારેખ સહીત ૯ આરોપીઓને ઝડપી પાડ્યા હતા બીજી તરફ આ હોટેલમાં દરોડા બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચવતા એકશન આવ્યા હતા. દરોડા બાદ વહીવટ થયાની ચર્ચાઓ પણ ઉઠી હતી. અને રેન્જ આઈ. જી. અશોકકુમાર યાદવ દ્વારા ટંકારાના ઇન્ચાર્જ પી. આઈ. વાય. કે. ગોહિલને વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વ માં મુકી દેવામાં આવ્યા હતા તેમજ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દ્વારકા જીલ્લામાં બદલી કરવામાં આવી હતી. અને જુગાર ક્લબ મામલે લીંબડી ડીવાયએસપી ને તપાસ સોંપવામાં આવી હતી.
આ પ્રકરણમાં ગઈકાલે એસએમસી ના એસ. પી. નિલિપ્ત રાય સાહિતની ટીમ તપાસ માટે કમ્ફર્ટ હોટેલ પહોંચી હતી. જે તે સમયે પંચોના લેવામાં આવેલા નિવેદનો સાહિતની તપાસ હાથ ધરી હતી. અને સતત નવ કલાક તપાસ ચાલી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
આ બાબતે ડીવાયએસપી કે. ટી. કામરિયાએ જણાવ્યું હતુ કે, કમ્ફર્ટ હોટેલમાં જુગારની રેડમાં ગેરરીતિ થયાની રજુઆત બાદ આ કેશની તપાસ એસએમસી ને સોંપવામાં આવતા આજે અહીં પંચો, રેડ કરનાર પોલીસ સહિતનાના નિવેદનો લેવામાં આવ્યા છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
