તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
ભુણાવા નજીક કારખાનામાં ક્રેઇન ભાડે આપવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારીઃ એકને ઇજા
ભુણાવાના વિશ્વરાજસિંહ જાડેજા અને સામાપક્ષે વિજયસિંહ જાડેજાની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા. ૭: ગોંડલના ભુણાવા પાસે કારખાનામાં ક્રેઇન ભાડે આપવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થતી સામસામી ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ભુણાવા ગામ મોટા મહિકા રોડ પર રહેતા વિશ્વરાજસિંહ ઉર્ફે શનીભાઇ ભરતસિંહ જાડેજા (ઉ.વ. ૩૦) એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ભુણાવાના કૃષ્ણપાલસિંહ વિજયસિંહ જાડેજા, હડમતાળાના અજયસિંહ ઉર્ફે અજુભા કેશુભા જાડેજા તેના સાળા, પાટીયાળીના દુષ્યંતસિંહ ઉર્ફે ભોલુ, ભુણાવાના વિજયસિંહ બચુભા જાડેજા, ગોંડલના ભગીરથસિંહ ઉર્ફે ભગી અનીરૂધ્ધસિંહ જાડેજા, મયુરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને હડમતાળાના દિગ્પાલસિંહ કેશુભા જાડેજા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં બેલીયાળા પાસે પેટ્રોલ પંપમાં નોકરી કરે છે. પરમદિવસે પોતે પેટ્રોલ પંપમાં નોકરીએ હતા પેટ્રોલ પંપમાં હીસાબ કરતા હતા ત્યારે કૃષ્ણપાલસિંહ તથા અજયસિંહ બન્ને ઓફીસમાં આવી કહેલ કે ‘આપણે વાતચીત કરવી છે જેથી તમે બહાર આવો' તેમ કહેતા પોતે પેટ્રોલ પંપનો હિસાબ કરીને ઓફીસની બહાર રોડ બાજુ ગયા ત્યારે ત્યાં ત્રણેય ક્રેઇનના ધંધા બાબતે વાતચીત કરતા હતા પોતે કહેલ કે ‘અમારા વિસ્તારમાં કારખાનામાં ક્રેઇનનો ધંધો પોતે કરશે અને તમારા વિસ્તારમાં મારી ક્રેઇન નહી આવે' તે બાબતે વાતચીત કરતા હતા ત્યારે આ બન્ને ઉશ્કેરાઇ જઇ પોતાને ગાળો આપી પોતાને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેવામાં અજયસિંહના સાળાએ આવી લોખંડના પાઇપથી હુમલો કરતા કમરના ભાગે તથા માથામાં અને નાકનાં ભાગે ઇજા કરી હતી થોડીવાર બાદ દુષ્યંતસિંહ, વિજયસિંહ, ભગીરથસિંહ, મયુરસિંહ અને દિગ્પાલસિંહ સહિતે મારમાર્યો હતો. આ બનાવમાં પોતે દોઢેક મહિના પહેલા ક્રેઇન તે પોતાના ગામમાં ભાડે ચલાવતા હોઇ અને અજયસિંહન ેપણ ક્રેઇન હોઇ તે પણ આજુબાજુના ગામમાં ક્રેઇન ભાડે ચલાવતા હોઇ જેથી પોતે પણ ક્રેઇન પોત પોતાના ગામમાં ચલાવવા બાબતે આ લોકોને સારૂ નહી લાગતા પોતાના ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.
જયારે સામા પક્ષે ભુણાવાના દરબારગઢમાં રહેતા વિજયસિંહ બચુભા જાડેજા (ઉ.વ. ૪૯) એ ભરતસિંહ બચુભા જાડેજા, સિધ્ધરાજસિંહ નિરૂભા જાડેજા, નરેન્દ્રસિંહ નિરૂભા જાડેજા, યોગીરાજસિંહ ભરતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે ગામ પાસે શીવ ટ્રાન્સપોર્ટ નામની ઓફીસ ધરાવે છે. તેમજ ખેતી અને ગામમાં શીવ ડ્રીન્કીંગ વોટર નામે પ્લાન્ટનો વહીવટ પણ પોતે કરે છે પોતાના પુત્ર કૃષ્ણપાલસિંહ સાથે અજયસિંહ ઉર્ફે અજુભા જાડેજા ભાગીદારીમાં ક્રેઇન ભાડે આપવાનો ધંધો કરે છે. પરમદિવસે રાત્રે પોતે ઘરે હતા ત્યારે પુત્રના ભાગીદાર અજયસિંહનો ફોન આવેલ તેણે કહેલ કે ‘ભરતસિંહ અને વિશ્વરાજસિંહ વગેરે માણસો તમારા દીકરા સાથે ક્રેઇનના ધંધા બાબતે માથાકુટ થયેલ છે અમે મારી ઓફીસે બેઠા છીએ' તેમ વાત કરતા પોતે અજયસિંહની ઓફીસે ગયા ત્યાં તેણે પોતાને કહેલ છે ક્રેઇન ભુણાવા બાજુ ભાડે મોકલતા હોઇ તે વિશ્વરાજસિંહને ગમતુ ન હોઇ જેથી થોડા દિવસથી તેઓ આપણી ક્રેઇન ભુણાવા બાજુ ભાડે નહી આપવાનું જણાવતા હોઇ જેથી મે કહેલ કે ‘એક બીજાને ભાડા મળે ત્યાં જવાનું હોય છે' અમે તમારા ભાડામાં કયાં આવીએ છીએ તેમ વાત કરતા હતા. અજુભાએ કહેલ કે ‘તમારે ભુણાવા ગામના વિસ્તારમાં કોઇ પણ જગ્યાએ તમારી ક્રેઇન ભાડે આપવાની થતી નથી' તેમ કહી આ લોકોએ માથાકુટ કરી ઝપાઝપી કરી હતી. બાદ ગઇકાલે પોતે ગોંડલ હતા ત્યારે ધંધા બાબતનો ખાર રાખી આ ચારેયે પોતાની ટાટા ૪૦૭ ગાડીમાં તોડફોડ કરી ત્યાં હાજર લોકોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બન્ને પક્ષની સામસામા ફરિયાદ દાખલ કરી હેડ કોન્સ જીતેન્દ્રસિંહે તપાસ હાથ ધરી છે
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
