તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
જુનાગઢ જીલ્લા ખાતે જાહેર જનતાની સરળતા ખાતર સરકાર દ્રારા નવા ઉભા કરાયેલ ડીવીઝન પૈકી "જુનાગઢ ગ્રામ્ય ડીવીઝન" તથા "વિસાવદર ડીવીઝન" કચેરી કાર્યરત કરતી જુનાગઢ જીલ્લા પોલીસ : જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત
"જુનાગઢ ગ્રામ્ય ડીવીઝન"મા પ્રો.નાયબ પોલીસ અધિક્ષક નિકિતા શિરોયા અને "વિસાવદર ડીવીઝન"મા ઇન્ચાર્જ તરીકે એ.એસ.પી. રોહીત ડાગરની નીમણુંક

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭
ગુજરાત સરકારશ્રી દ્રારા ગુજરાત રાજ્યમાં દરેક જીલ્લા ખાતે લોકોની વધતી વસ્તીને ધ્યાને લઇ જૂના માળખામાં ફેરફાર કરી રાજ્ય સરકાર દ્રારા ગુજરાતના જીલ્લાઓ ખાતે આવેલી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનુ વિસ્તરણ કરી લોકો પોતાની વાત પોલીસ સુધી પહોંચાડી શકે તેમજ પોલીસ વિભાગ પણ ઝડપભેર લોકોના પ્રશ્નો ઉકેલી શકે અને જાહેર લોકોની સુખાકારી, શાંતી અને સરળતામા વધારો કરી શકાય તે માટે આજરોજ જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયા સ તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને "જુનાગઢ ગ્રામ્ય ડીવીઝન" તથા "વિસાવદર ડીવીઝન" કચેરી ને કાર્યરત કારવામા આવેલ છે.
"જુનાગઢ ગ્રામ્ય ડીવીઝન" એસ.ઓ.જી. ઓફીસ પહેલા માળે ઝાંઝરડા રોડ પર કાર્યરત કરવામા આવેલ જેમા ઇન્ચાર્જ તરીકે પ્રો.નાયબ પોલીસ અધિક્ષક નિકિતા શિરોયાની નીમણુંક કરવામા આવેલ છે આ ડીવીઝનમા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન, ભેસાણ પોલીસ સ્ટેશન તથા વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થાય છે.
"વિસાવદર ડીવીઝન" જય અંબે હોસ્પિટલની બાજુમાં, ચાપરડા ખાતે કાર્યરત કરવામા આવેલ જેમા ઇન્ચાર્જ તરીકે એ.એસ.પી. રોહીત ડાગરની નીમણુંક કરવામા આવેલ છે આ ડીવીઝનમા વિસાવદર પોલીસ સ્ટેશન, બીલખા પોલીસ સ્ટેશન, મેંદરડા પોલીસ સ્ટેશન તથા નવુ શરુ થનાર સાસણ પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ કરવામા આવેલ છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
