<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

રૂપેણ બંદર વિસ્તારમાં માછીમારોના બે જૂથ વચ્ચે અથડામણ :અનેક લોકો ઘાયલ

હર્ષદ નાવદ્રા અને ભોગાત જેવા સ્થળો પર ડિમોલેશન બાદ રૂપેણ બંદરે આવેલા માછીમારો વચ્ચે ધીંગાણું :બબાલ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને જૂથ આમનેસામને

 દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં માછીમારોના 2 જૂથ વચ્ચે બબાલ થઇ ગઇ અને બોટ પાર્કિંગને લઇને બબાલ થઇ છે, વાસ્તવમાં, માછીમારી કરતા સ્થાનિક માછીમારો અને આયાતી માછીમારો. એટલે કે હર્ષદ નાવદ્રા અને ભોગાત જેવા સ્થળો પર ડિમોલેશન થયા બાદ રૂપેણ બંદરે આવેલા માછીમારો વચ્ચે બબાલ થઇ હતી બબાલે  ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને જૂથ આમનેસામને આવી ગયા હતા . જેમાં 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા . જો કે ઘટના બાદ ઇજાગ્રસ્તોને દ્વારકાની સિવિલ ખસેડાયા હતા .જેમાંથી 5 લોકોને વધુ ઇજા પહોંચતા જામનગર રીફર કરાયા છે  ઘટનાની જાણ થતા પોલીસે 20 જેટલા લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે .


 

(4:05 PM IST)