<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

વરિષ્ઠ પત્રકાર ગીરીશભાઈ ત્રિવેદીનું નિધન

મુંબઈ સમાચારના તંત્રી તરીકે પણ સફળ કામગીરી બજાવી ચૂક્યા છે

(વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર : મૂળ ભાવનગર ના વતની વરિષ્ઠ પત્રકાર ,મુંબઈ સમાચારના પૂર્વ તંત્રી ગીરીશભાઈ ત્રિવેદીનું નિધન થયું છે.

 

ભાવનગરના વતની વરિષ્ઠ પત્રકાર ગીરીશભાઈ ત્રિવેદી  (ઊં.વ.૮૪) વાઈબ્સ ઓફ ઈન્ડિયાના ચેરમેન સર  ગીરિશભાઈ ત્રિવેદીએ ભાવનગરના સમી સાંજ ઉપરાંત મુંબઈ સમાચારના તંત્રી તરીકે પણ સફળ કામગીરી બજાવી છે. રાજકોટના જયહિન્દ દૈનિક નું પણ વર્ષો સુધી પત્રકારત્વ કર્યું હતું. તેઓના નિધનથી પત્રકાર જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ભાવનગર પ્રેસ ક્લબએ ગીરીશભાઈ ત્રિવેદીના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

(6:51 PM IST)