<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ કરનાર કૌટુંબિક ભાઈ પ્રદીપ શેખલીયાની ધરપકડ

બોટાદના ગઢડા તાલુકામાં દુષ્કર્મની ઘટના: પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો

બોટાદના ગઢડા તાલુકામાં એક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં અત્યારે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે, ગઢડા તાલુકાના એક ગામની સગીરા પર સગા કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. સગીરાના કૌટુંબિક ભાઈ પ્રદિપ વિનાભાઈ શેખલીયાએ સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલે તપાસ કરાવવા માટે લઈ જવામાં આવી હતી. અહીં તપાસ કરાવતા શરીર સંબંધ થયો હોવાનું સામે આવ્યું હતું. જેથી સગીરાને તેના માતા-પિતાએ પુછપરછ કરતા તેના કૌટુંબિક ભાઈ પ્રદિપે તેની સાથે દુષ્કર્મ કર્યુ હોવાનુ સગીરાએ જણાવ્યું હતું. સગીરાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા પ્રદિપે તેને ધમકી આપી ઘરે બોલાવી દુષ્કર્મ કર્યુ હતું

આ સમગ્ર દુષ્કર્મની ઘટના મામલે સગીરાના પિતાએ ગઢડા પોલીસમાં પ્રદિપ વિનાભાઈ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકમાં દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં પરંતુ અત્યારે આ મામલે પોલીસે વધારે કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. એક કૌટુંબિક ભાઈ પણ પોતાની બહેન સાથે આવું કહીં શકે છે, તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. જોકે, આ મામલે પોલીસ કાર્યવાહી પણ કરી રહીં છે. આવા દુષ્કર્મીઓને કડકમાં કડક સજા પણ થવી જોઈએ. અત્યારે પોલીસે નરાધમી ભાઈની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

(10:10 PM IST)