<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

લખતરના મુસ્‍લિમ વેપારીનું કેનાલમાં ડુબી જતા મોત

વઢવાણ,તા.૯ : લખતર ખાતે બંસી એગ્રો ધરાવતા મુસ્‍તુભાઈ ઉસ્‍માનભાઈ કેનાલમાં નહાવા જતાં પગ લપસી જતાં કેનાલના પાણીમાં ગરકાવ થયા હતા. ત્‍યારે રાહદારીઓ દ્વારા કેનાલની બહાર સાલ અને ચપ્‍પલ જોતા કેનાલમાં કોઈ પડ્‍યું હોવાનું જણાઇ આવતાં ઘટનાની જાણ સુરેન્‍દ્રનગર ફાયર બ્રિગેડને કરવામાં આવતા સુરેન્‍દ્રનગર ફાયર વિભાગની ટીમ ઘટના સ્‍થળે દોડી આવી હતી.લખતર પોલીસ અને લખતર મામલતદાર સહિત તાલુકાના અધિકારીઓ તથા ગ્રામજનોના ટોળેટોળાં ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા. મહા મુસીબતે ફાયર તથા સ્‍થાનિક તરવૈયાઓની મદદથી મુસ્‍તુભાઈની લાશને કેનાલના પાણીમાંથી શોધી કાઢી પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી તથા લાશને કેનાલમાંથી બહાર કાઢયા બાદ પીએમ અર્થે લખતર સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામા આવી હતી.

(11:05 AM IST)