તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
મેંદરડા પાસે ૨ બાઈક વચ્ચે અકસ્માત થતાં પાછળ આવતા ટ્રક હડફેટે યુવકનું મૃત્યુ
વિચિત્ર અકસ્માતમાં પત્નીને ઇજા થતાં સારવારમાં જુનાગઢ ખસેડાઈ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૦૯ મેંદરડાના સાત વડલા વિસ્તારમાં રહેતો અરવિંદ ઉર્ફે રાહુલ જમનભાઈ મકવાણા નામનો યુવક પત્ની શાહીનબેન સાથે જીજે ૧૧ એમએમ ૯૪૬૪ નંબરની બાઈક પર શનિવારની રાત્રિના ૯ વાગ્યે મેંદરડા પાસેની હોટલમાં જમવા ગયા હતા. બાદમાં પરત આવતા હતા તે વખતે મેંદરડા ગીર લાયન હોટલ પાસે પહોંચતા સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ જીજે ૦૩ એનએસ ૫૪૩૯ નંબરની બાઈક યુવાનના બાઈક સાથે ટકરાતા દંપતી ફંગોળાઇ ગયું હતું.
આ દરમ્યાન પાછળથી આવેલા જીજે ૧૨ એયુ ૯૭૭૩ નંબરનાં ટ્રક ચાલકે ટ્રક અરવિંદભાઇના બંને પગ પર ચડાવી દેતાં તેનું ગંભીર ઇજા થવાથી મળત્યુ નીપજયું હતું અને તેના પત્ની શાહીનબેનને પણ ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
આ અકસ્માત અંગે મળતકના પિતા જમનભાઈ જીણાભાઈ મકવાણાની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ મેંદરડા પોલીસે હાથ ધરી હતી.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
