તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
પવનના સૂસવાટાઃ ઠંડી વધીઃ નર્મદા ૭.ર નલીયા ૭.૬ ડીગ્રી
દાહોદ ૯.૮, વડોદરા ૧૧, રાજકોટ ૧૧.૮, જામનગરમાં ૧૪.પ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટા સાથે ઠંડીમાં વધારો થયો છે. આજે સૌથી વધુ ઠંડી નર્મદામાં ૭.ર, નલીયામાં ૭.૬ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.
જયારે વડોદરામાં ૧૧, રાજકોટ ૧૧.૮, જામનગરમાં ૧૪.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ઉત્તર-પヘમિ અને ઉતરીય પવનો આવી રહ્યા છે. ઉતરીય પવનો ફુંકાશે જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની આશંકા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આવતા પવનો ઉતરથી રાજસ્થાન થઇને આવશે જેના કારણે ઠંડી સામાન્ય થઇ શકે છે. આથી બે દિવસ બાદ તાપમાનમાં નજીવો વધારો થઇ શકે છે પરંતુ કોઇ મોટા ફેરફારની કોઇ શકયતા નથી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.પ, મહત્તમ તાપમાન ર૮.પ ભેજનું પ્રમાણ પર ટકા પવનની ગતિ ૪.૭ કિ. મી. રહી હતી.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદવાદા ૧૩.૯ ડીગ્રી
બરોડા ૧૧.૦ ડીગ્રી
ભાવનગર ૧ર.૮ ડીગ્રી
ભુજ ૧ર.ર ડીગ્રી
દાહોદ ૯.૮ ડીગ્રી
દમણ ૧પ.૦ ડીગ્રી
ડાંગ ૧૦.૩ ડીગ્રી
ડીસા ૧૦.૬ ડીગ્રી
દીવ ૧૧.૬ ડીગ્રી
દ્વારકા ૧૮.૦ ડીગ્રી
ગાંધીનગર ૧ર.૪ ડીગ્રી
જામનગર ૧૪.પ ડીગ્રી
કંડલા ૧૬.૦ ડીગ્રી
નલિયા ૭.૬ ડીગ્રી
નર્મદા ૭.ર ડીગ્રી
અોખા ર૧.૭ ડીગ્રી
પોરબંદર ૧૪.ર ડીગ્રી
રાજકોટ ૧૧.૮ ડીગ્રી
સુરત ૧૪.૪ ડીગ્રી
સુરત ૧૬.૩ ડીગ્રી
વેરાવળ ૧૬.૭ ડીગ્રી
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
