તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ગોંડલ માર્કેટ યાર્ડમાં ભર શિયાળામાં કેસર કેરીનું આગમન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૦૯: ગોંડલ શાકભાજી એન્ડ ફ્રુટ માર્કેટીંગ યાર્ડમા ભર શિયાળામાં કેસર કેરીનું આગમન થયું હતું. સમગ્ર ગુજરાતમાં પોરબંદર પછી ગોંડલ માં મીઠી મધુર ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થયું છે. માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ધારી તાલુકાનાં દૂધાળા ગામેથી કેસર કેરીનું આગમન થયું છે. કેસર કેરીના પાંચ કિલોના ૧૨ બોક્સની આવક જોવા મળતા હરાજીમાં એક કિલો કેરીના ભાવ રૂા. ૫૨૫ સાથે બોક્સ નો ભાવ રૂા. ૨૬૨૫ બોલાયો હતો
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
