<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

હળવદમાં યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયોઃ મોટા કૌભાંડની આશંકા

ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે છતાં યુરિયા મળતું નથી, તેવામાં ખાતર ઝડપાતા ચકચાર

 ( દીપક જાની દ્વારા ) તા. ૦૯:  હળવદ પીઆઇ આર.ટી. વ્‍યાસની ટીમે હળવદ હાઇવે ઉપર મોરબી ચોકડી પાસે ના અક્ષર અગ્રિકલચર  એન્‍જી. વર્કસ નામના એક ગોડાઉનમાં દરોડો પાડ્‍યો હતો. જેમાંથી ૩૬૯  બેગ યુરિયા ખાતર ઝડપાયું હતું. જ્‍યારે એક વાહનમાં લોડ કરેલું ૭૦૦ બેગ યુરિયા પણ મળી આવ્‍યું હતું.  ન્‍યુ પોર્ટસ ખાતર ની ૧૮૮ થેલી તથા કળભકો ખાતર ની પ્‍લાસ્‍ટિક ની ૨૫૦ થેલી આમ કુલ ૧૪૩૭ બેગ યુરિયા ખાતરની કબ્‍જે કરવામાં આવી છે.

આ મામલે ખેતીવાડી અધિકારીને પણ જાણ કરવામાં આવતા તેઓની ટિમ પણ તપાસમાં જોડાઈ છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર અહીં ૪૦ કિલોની યુરિયા બેગમાંથી ખાતર કાઢીને ૫૦ કિલોની બેગ ભરી તેનું અન્‍ય જગ્‍યાએ વેચાણ કરવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાની શંકાએ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ ખેડૂતો કલાકો સુધી કતારોમાં ઉભા રહે છે ત્‍યારબાદ તેને યુરિયા ખાતર મળતું હોય છે. અનેક ખેડૂતોને શિયાળામાં પાકનું વાવેતર કર્યા બાદ યુરિયા ન મળ્‍યા અન્‍ય ખાતરથી કામ ચલાવવું પડતું હોય છે.તેવામાં યુરિયા ખાતરનો આટલો મોટો જથ્‍થો કયાંથી આવ્‍યો અને કયાં કયાં વેચાણ કરવામાં આવતું હતું તે દિશામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ કુલ ૨૫,૫૨,૧૧૪ રૂપિયા નો મુદ્દામાલ કબ્‍જે લીધો છે. એને ગોડાઉન સંચાલક વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:23 PM IST)