<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

પોરબંદર જિલ્લાના મહિયારી ગામ ખાતે રવિ કૃષિ મહોત્‍સવમાં જીવા મળત બનાવવા અંગે ખેડૂતોને માર્ગદર્શન

ગાયનું તાજું છાણ, ગૌમુત્ર, ચણાનો લોટ, દેશી ગોળ, રાફડાની માટીને મિક્‍સ કરી પાણીના બેરલમાં કેવી રીતે જીવામળત તૈયાર કરવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્‍યું

પોરબંદર(પરેશ પારેખ તા.૯) જિલ્લાના મહિયારી ગામ ખાતે યોજાયેલ રવિ કળષિ મહોત્‍સવમાં છેલ્લા એક દાયકાથી પ્રાકળતિક ખેતી કરનાર ખેડૂતોએ કળષિ મહોત્‍સવના સ્‍થળે ગાયનું તાજું છાણ, ગૌમુત્ર, ચણાનો લોટ, દેશી ગોળ, રાફડાની માટીને મિક્‍સ કરી પાણીના બેરલમાં કેવી રીતે જીવામળત તૈયાર કરવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં આવેલ મહિયારી ગામ ખાતે રવિ કળષિ મહોત્‍સવનો કાર્યક્રમ બીજા દિવસે જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્‍યક્ષ સ્‍થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી. ઠક્કરની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજવામાં આવ્‍યો હતો. આ રવિ કળષિ મહોત્‍સવ કાર્યક્રમના સ્‍થળ ઉપર સ્‍ટોલ પ્રદર્શનનું આયોજન થયું હતું. તેમજ પ્રાકળતિક કળષિ કરનાર ખેડૂતોએ પ્રાકળતિક કળષિ અંગેના તેમના અનુભવો વર્ણવ્‍યા હતા. છેલ્લા એક દાયકાથી પ્રાકળતિક ખેતી કરનાર ખેડૂત અગ્રણી વિરમભાઈ મેપાભાઇ જાડેજા, રણમલભાઈ ઓડેદરા અને ભાવેશભાઈ દામજીભાઈ ગઢીયા સહિતના ત્રણ ખેડૂતોએ સ્‍ટોલ પ્રદર્શનના સ્‍થળે અન્‍ય ખેડૂતોને પ્રાકળતિક ખેતી તરફ વળવા અંગે પ્રેરણા પૂરી પાડી હતી. આ ત્રણ ખેડૂતોએ સ્‍ટોલ પ્રદર્શનના સ્‍થળે તેમના સ્‍ટોલ ઉપર પ્રાકળતિક ખેતીમાં ઉપયોગી જીવામળત કેવી રીતે તૈયાર કરવું તેમનું લાઈવ નિર્દેશન કર્યું હતું. તેઓએ ગાયનું તાજું ચાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ, દેશી ગોળ, રાફડાની માટી મિક્‍સ કરી પાણીના બેરલમાં નાખવા અને કેવી રીતે જીવામળત તૈયાર કરવાની લાઈવ ડેમોસ્‍ટ્રેશન થી માહિતી આપી હતી. તેઓએ જણાવ્‍યું હતું કે ૨૦૦ લીટર પાણી ભરેલ બેરલમાં ગાયનું ૧૦ કિલો છાણ, ૧૦ કિલો ગૌમૂત્ર, ૨ કિલો ચણાનો લોટ, બે કિલો ગોળ અને એક મુઠ્ઠી રાફડાની માટી ઉમેરી જીવામળત તૈયાર કરવા અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવાની સાથો સાથ પ્રાકળતિક ખેતી તરફ વળવા પણ જણાવ્‍યું હતું.

(11:54 AM IST)