<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

રાજકોટ મુરલીધર વે-બ્રિજ વાળા જશુભાઇ શિયારના સુપુત્રના શુભલગ્નઃ ચિ. પ્રતિક - ડો. ભૂમિકાઃ પૂનમબેન માડમે આર્શિવાદ પાઠવ્‍યા

ધ્રોલઃ જામનગર ખાતે ધ્રોલ આહિર સમાજ સમુહ લગ્ન ઉ.પ. પ્રમુખ અને રાજકોટ મુરલીધર વેબ્રિજ ના મોભી જશુભાઈ અરજણભાઈ આહિર ના સુપુત્ર પ્રતિકના લગ્નોત્‍સવમાં જામનગર - દેવભૂમી દ્વારકા સાસંદ પૂનમબેન માડમ સહિત સમાજના આગેવાનો એ નવવિવાહિત દંપતીને સુખી લગ્નજીવનના આશીર્વાદ આપ્‍યા અને પરિવારને શુભકામનાઓ પાઠવી. ધ્રોલ તાલુકા મુળ હમાપર ગામના અને હાલ રાજકોટ વસવાટ કરતાં જશુભાઈ શિયારના સુપુત્ર ચિ. પ્રતિક અને જામનગર નિવાસી રાજેશભાઈ સોલંકી હરસિધ્‍ધી ડેરી ગુલાબનગર ની સુપુત્રી ચિ. ડો. ભુમિકા સાથે શુભ લગ્ન નિર્ધારેલ હોય, વાજતે ગાજતે જાન જોડીને શાહી ઠાઠ સાથે જામનગર ખાતે નવદંપતી સપ્તપદી ના સાત ફેરા ફરીને લગ્ન જીવનની શરુઆત કરી ત્‍યારે સગાં સંબંધીઓને નવદંપતિઓ ને શુભેચ્‍છા સાથે શુભકામનાઓ પાઠવેલ હતી.. (તસ્‍વીર- અહેવાલ સંજય ડાંગર ધ્રોલ)

(12:09 PM IST)