તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ચોટીલા રવિ ક્રુષિ મહોત્સવમાં પાંખી હાજરી કાર્યક્રમનાં અધ્યક્ષ MLA ગેર હાજર રહ્યાની ચર્ચા

ચોટીલા તા. ૯ : ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજય નાં ખેડુતો ને રવિ સીઝન માં રવિ પાકો વિશે તેમજ ખેડૂતલક્ષી સહાયકારી યોજના નું માર્ગદર્શન મળી રહે એ હેતુસર ચોટીલા ખાતે આવેલ નવા એ. પી. એમ. સી. માર્કેટ માં બે દિવસીય રવિ કળષિ મહોત્સવ-૨૪ નું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનાં પ્રથમ દિવસે ગણ્યા- ગાઠયા ખેડુતો ની હાજરી જોવા મળી હતી અને ખેડૂતો કાર્યક્રમ થી વિમુખ રહેતા ખુરશીઓ ખાલીખમ રહેલ હતી આગલી હરોળમાં કર્મચારીઓ અને કાર્યકરોને બેસાડી થોડીઘણી હાજરીનો દેખાડાનો ભાસ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો .
જોકે વહિવટી વિભાગ દ્વારા કાર્યર્ક્મનાં અધ્યક્ષ તરીકે વિસ્તારનાં ધારાસભ્ય નો ઉલ્લેખ હતો પરંતુ યોજાયેલ સમારોહમાં તેમની જ ગેર હાજરીને લઈને ધારાસભ્ય ગાયબની અને ખેડૂતો ની હાજરી આગેવાનોનાં ઘટતા વર્ચસ્વ અંગે પણ લોકોમાં ચર્ચા ઉઠી હતી. (તસવીરઃ જીજ્ઞેશ શાહ)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
