તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
છાછર ગામમાં રોડના કામથી લોકો ત્રાહિમામ
કાચા રોડ ઉપર હેવી વાહનો ખૂંપી વારંવાર રસ્તો બંધ થતા ગ્રામજનો પરેશાન

કોડીનાર તા.૯ : કોડીનારના છાછર ગામમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે નો રોડ બીસ્માર થઈ જવાથી આર એન્ડ બી (સ્ટેટ) દ્વારા આ રોડના નવીનીકરણ માટે ઉના તાલુકાના રામપરા ગામના જય સુખનાથ કન્સ્ટ્રકશન કંપનીને સીસી રોડનું કામ આપવામાં આવેલું હતું પરંતુ આ કન્ટ્રક્શન કંપનીએ તેને આપેલી બે મહિનાની સમય મર્યાદામાં માત્ર ૩૦ ટકા જેટલું કામ કર્યું પરિણામે રોડની એક સાઇડ ઉપર હેવી વાહનોની અવરજવરના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે.
આ ખાડામાં સિમેન્ટનું કાચું રો મટીરીયલ લઈ જતો એક ટ્રક ફસાઈ જતા બે કલાક સુધી વાહન વ્યવહાર થંભી ગયો હતો બાદમાં સિમેન્ટ કંપનીના એક લોડરની મદદથી ખુચી ગયેલા આ ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં આ ટ્રકમાં ભરેલું રો મટીરીયલ રોડ ઉપર ઠલવીને આ રોડ ઉપર ખાડા પૂરવામાં આવ્યા હતા.
આ રોડ ઉપર સિમેન્ટ કંપનીના ભુંગળા માઇન્સ માંથી રો મટીરીયલ ભરેલા હેવી વાહનોની ભારે અવરજવર હોય અકસ્માતનો સતત ભય રહે છે એક સાઈડમાં કામ ચાલુ હોય રસ્તો બંધ કરેલ છે અને એક સાઈડમાં કાચા રોડ ઉપર ભારે વહનોના અવર જવાના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે પરિણામે આ રોડ ઉપર સતત અકસ્માત નો ભય રહેલો છે આ રોડ ઉપરથી સ્કૂલે જતા હજારો બાળકોની પણ અવર-જવર થાય છે ત્યારે આ રોડનું કામ તાકીદે પૂરું કરવામાં આવે તેવી માગણી ઉઠી છ.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
