<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

આટકોટમાં શેરીમાં નીકળવા પ્રશ્ને થયેલી માથાકુટનો ખાર રાખી હુસેનભાઇ પર હુમલો

સિકંદર તથા તેના બે ભાઇ આદિલ અને ખલીલ સામે ફરિયાદ

રાજકોટ તા. ૯:  આટકોટ ના હુસેની ચોકમાં અગાઉના ઝધડાનો ખાર રાખી યુવાન પર ત્રણ ભાઇઓએ તલવાર તથા પાઇપથી હુમલો કરતા યુવાનને સારવાર માટે રાજકોટ ની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુેજબ આટકોટના હુસેની ચોક પાસે રહેતા હુસેનભાઇ હારૂનભાઇ પરમાર (ઉ.વ. ૩૦) ગઇકાલે પોતાના ઘર પાસે હતા ત્‍યારે શેરીમાં ચાલવા બાબતે અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી ઘરનજીક રહેતા સીંકદર પોક તેના બે ભાઇ આદીલ અને ખલીલે આવી ઝધડો કરી તલવાર તથા લોખંડના પાઇપ વડે માર મારતા યુવાનને માથા તથા શરીરે ઇજા કરી હતી.

દેકારો બોલતા આસપાસના લોકો એકઠા  થઇ જતા ત્રણેય ભાગી ગયા હતા બાદ હુસેનભાઇને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે આટકોટ પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:00 PM IST)