<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

અદાણી પોર્ટ મુંદ્રાના લિક્‍વીડ ટર્મીનલનો કાર્ગો હેન્‍ડલમાં નવો માઈલસ્‍ટોન

હવે ૨૦૩૦ સુધીમાં ૧ બિલિયન ટનનું લક્ષ્યાંક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૦૯:  અદાણી પોર્ટ્‍સ એન્‍ડ સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) મુંદ્રાએ ફરી એકવાર અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મુન્‍દ્રા લિક્‍વિડ ટર્મિનલે નવેમ્‍બર-૨૦૨૪ માં ૦.૮૩૨ MMT કાર્ગો હેન્‍ડલ કરીને અનોખો માઇલસ્‍ટોન હાંસલ કર્યો છે. APSEZ નું કાર્ગો હેન્‍ડલીંગ નવેમ્‍બર મહિનામાં વાર્ષિક ધોરણે ૨૧ % વધીને કુલ ૩૬ MMT થયું હતું. APSEZ ૨૦૩૦ સુધીમાં ૧ બિલિયન ટન કાર્ગો હેન્‍ડલ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.

અગાઉ મે ૨૦૨૪માં મુન્‍દ્રા લિક્‍વિડ ટર્મિનલે ૦.૮૨૬ MMT નો રેકોર્ડ સર્જોયો હતો, જેને નવેમ્‍બરમાં ૦.૮૩૨ MMT કાર્ગો હેન્‍ડલ કરીને વટાવ્‍યો છે. APSEZ ની એકીકળત આવક અને EBITDA નાણાકીય વર્ષ ૨૦૨૪ થી નાણાકીય વર્ષ ૨૦૨૯ સુધી અનુક્રમે ૨૦% અને ૧૮% ના CAGR પર વધવાની ધારણા છે. તો આવક અને EBITDA માં અનુક્રમે ૪૬% અને ૪૮% CAGR પર વળદ્ધિની અપેક્ષા છે.

દરમિયાન ફાઇનાન્‍સિયલ સર્વિસિસ અને રિસર્ચ ફર્મ નુવામાએ અદાણી પોર્ટ્‍સ અને સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (EBITDA) ના શેર પર ‘બાય' રેટિંગ જાળવી રાખ્‍યું છે. રિસર્ચ ફર્મને અદાણી પોર્ટ્‍સની આવક અને EBITDAમાં ઝડપી વળદ્ધિની અપેક્ષા છે. તેનુ માનવું છે કે EBITDAની નાણાકીય સ્‍થિતિ મજબૂત, દેવું ઓછું અને રોકડની સ્‍થિતિ સારી છે. કંપની પાસે બંદરો અને લોજિસ્‍ટિક્‍સ સુવિધાઓ સહિત મજબૂત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર છે. વળી કંપનીને સરકારી નીતિઓનો પણ ફાયદો મળી શકે છે.

તાજેતરમાં યોજાયેલા APSEZ ઇન્‍વેસ્‍ટર ડે ૨૦૨૪માં, કંપનીએ ૨૦૩૦ સુધીમાં ૧ બિલિયન ટન કાર્ગો હેન્‍ડલ કરવાના તેના લક્ષ્યને પુનરોચ્‍ચાર કર્યો હતો. આ લક્ષ્યાંક થકી મુખ્‍યત્‍વે સ્‍થાનિક કાર્ગોમાં ૧૨% ચક્રવળદ્ધિ વાર્ષિક વળદ્ધિ થવાની ધારણા છે, જ્‍યારે દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા અને મધ્‍ય પૂર્વ જેવા મુખ્‍ય બજારોમાં સ્‍થાનિક ઓપરેટરો સાથે ભાગીદારી દ્વારા આંતરરાષ્‍ટ્રીય કાર્ગો પણ વળદ્ધિ પામશે.

APSEZ સંચાલિત સેવાઓમાં સતત નવા-નવા રેકોર્ડસ સર્જાઈ રહ્યા છે. અગાઉ અદાણી પોર્ટ્‍સ મુન્‍દ્રા રો-રો ટર્મિનલે સૌથી વધુ કાર શિપમેન્‍ટ નિકાસ કરવાનો વિક્રમ સર્જ્‍યો હતો. દર કલાકે ૧૧૬ કારોની નિકાસ સાથે મુન્‍દ્રા RORO ટર્મિનલે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્‍યું હતું

(12:02 PM IST)