<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ભાજપમાં સંગઠનના હોદેદારોની વય ૪૫ વર્ષ કરતા પીઢ અને પાયાના આગેવાનો એક ઝાટકે પક્ષના સલાહકારની યાદીમાં આવી ગયાઃ સૌરાષ્‍ટ્રભરમાં ભારે ધૂંધવાટ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા ૯: હાલમાં ગુજરાત ભાજપ માં સંગઠન પર્વ ચાલી રહ્યું છે હોદ્દેદારોની નિમણૂંકો કરવા જિલ્લા વાઈઝ પ્રભારીઓની નિમણુકો કરવામાં આવી છે પરંતુ પ્રદેશ ભાજપ દ્વારા પક્ષના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક માટે માત્ર ૪૫ વર્ષેની મર્યાદા નક્કી કરવામાં આવતા જેનો ગુજરાતભરના જનસંઘના વખતનાં કે ત્‍યાર પછીના પાયાનાં આગેવાનોમા ભારે ધુંધવાટ અને રોષ જોવા મળી રહ્યો છે.

પક્ષના યુવાઓ માટે યુવા ભાજપ સહિતના અનેક યુનિટો છે પક્ષનાં આ તઘલકી નિર્ણયે ૪૬ વર્ષ પછીનાં આવા પાયાનાં આગેવાનો ને એક ઝાટકે નિવળત કરી ઘરે બેસાડી દીધા છે તે બધા માત્ર સલાહકાર ની યાદીમાં આવી ગયાછે આવા પીઢ આગેવાનો વરસો થી પોતાના ધંધા રોજગાર રેઢા મુકીને ને પક્ષ માટે કામ કર્યુ છે ઝઝુમયા છે છેવાડાના માણસો સુધી રૂબરૂ જઇને પક્ષનો પ્રચાર કરી લોકો ને ભાજપ તરફ આકર્ષિત કર્યા છે આજના મજબૂત ગુજરાત ભાજપ માટે તેમનો સિંહ ફાળો છે તેમા કોઈ મનમેખ નથી કારણ કે અગાઉની કોંગ્રેસ કે અન્‍ય પક્ષોની સરકારમાં આંદોલનો કર્યા જેલ ભોગવી પોલીસનો માર પણ ખાધો એ આજ આગેવાનો હતા.

ગુજરાતની નાની મોટી ચુંટણીઓમા દિવસ રાત જોયા વગર મહેનત કરી મતદારોને મતદાન મથક સધી પહોંચાડી પક્ષના ઉમેદવારોને જીતાડયા છે આજના મજબુત ગુજરાત ભાજપના વિકાસમા તેમનુ મહત્‍વનુ યોગદાન છે ત્‍યારે આવી વફાદારીની પક્ષે આવી કદર કરી આવા નિર્ણયથી હવે તેઓ નિષ્‍ક્રિય થઈ જશે જે આવનારા દિવસોમાં પક્ષ ને નુકસાનકર્તા સાબીત થશે તેવો ધુંધવાટ રાજયભરમા ઉભો થવા પામેલ છે ત્‍યારે આ વાતને પ્રદેશ ભાજપના મોવડીઓ ગંભીરતાથી લ્‍યે અને કેન્‍દ્રીય ભાજપ મોવડીઓએ કે આર એસ એસ એ પણ દરમિયાનગીરી કરી આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ. તેવી માંગણી પ્રવર્તે છે.

(1:23 PM IST)