તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ધોરાજીના ફરેણી ગામે સાડા ત્રણ લાખનો દારૂ ભરેલ કાર ઝડપાઇ

ધોરાજી, તા. ૯ : ફરેણી ગામની સીમમાંથી ફોરવ્હીલ ઈનોવા કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો પકડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી
(૧) યુવરાજભાઇ બાલુભાઇ શેખવા અને ફરાર જાહેર કરી બોટલો નંગ-૫૮૮ કિ.રૂા. ૩,૪૩,૭૮૦/- (૨) ઈનોવા કાર - ૧ કી.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કી.રૂા. ૬,૪૩,૬૮૦/- કબ્જે કરેલ છે.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઈ ત્રીવેદી તથા પો.હેડ કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઈ પરમાર, શકિતસિંહ જાડેજા, અરવિદસિંહ જાડેજા, પો.કોન્સ. કૌશીકભાઈ જોશી, એ આ કામગીરી કરી હતી.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
