<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

પાટડીના પીપળી ગામે ગોળીબાર

બે શખ્‍સો કારમાં આવેલા : જુની અદાવત હોવાની ભારે ચર્ચા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૯:  સુરેન્‍દ્રનગર જિલ્લામાં પાછલા કેટલાંક સમયથી ફાયરિંગની ઘટના ચોંકાવનારી રીતે વધવા પામી છે. ત્‍યારે પાટડી તાલુકાના પીપળી ગામે મોડી સાંજે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં પીપળી ગામની પાણીની ટાંકી પાસે અંદાજે ૨ શખસે કારમાં આવી ફાયરિંગ કરતા ૧ વ્‍યક્‍તિ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયો હતો. જેમાં એક વ્‍યક્‍તિને લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયો હતો. જ્‍યારે સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં સારવાર અર્થે લવાતા ડો.પાર્થરાજસિંહ વાઢેર અને ટીમે સારાવાર હાથ ધરી હતી. આ ફાયરિંગની ઘટનામાં મહેમુદખાન મલેક નામનો શખસ ઈજાગ્રસ્‍ત થયો હોવાનું સામે આવ્‍યું છે. જ્‍યારે પાટડી તાલુકાના પીપળી ગામે અજાણ્‍યા શખસો ફાયરિંગ કરી નાસી છૂટયા હતા. જેમાં જૂની કોઈ અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની ચર્ચાએ જોર પકડ્‍યું છે. ત્‍યારે પીપળી ગામે ફાયરિંગની ઘટનાના પગલે બજાણા પીઆઇ એ.કે. વાઘેલા સહિતનો પોલીસ કાફલો તાકીદે પીપળી ગામે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં ચાંપતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે

(12:04 PM IST)