<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

એબિલિટી સ્‍પોર્ટ્‍સ લીગમાં ગુજરાતમાંથી એક માત્ર પોરબંદરના ભીમા ખૂંટીની પસંદગી

ઓક્‍સનમા લખનઉ મેવેરિક્‍સ ટીમે ખરીદી કરીઃ બેંગ્‍લોરના KSCA સ્‍ટેડિયમમાં ૬ ટીમો વચ્‍ચે જામશે જંગઃ (૧)બેંગ્‍લોર ઈગલ્‍ગ્‌ (૨) ચેન્નાઇ લેજન્‍ડ (૩) લખનઉ મેવેરિક્‍સ (૪) મુંબઈ ફાઈટર્સ (૫) ચંદીગઢ લાઇન્‍સ (૬) ગ્‍વાલિયર વોરિયર્સ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૯ :  આગામી ૧૦ ડિસેમ્‍બર થી ૧૭ ડિસેમ્‍બર સુધી કર્ણાટકના બેંગલોર ખાતે એબિલિટી સ્‍પોટ લીગનું આયોજન થવા જઈ રહ્યું છે.

આ વીલચેર ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ૬ ટીમો ભાગ લેવા જઈ રહી છે. જેમાં (૧)બેંગ્‍લોર ઈગલ્‍ગ્‌ (૨) ચેન્નાઇ લેજન્‍ડસ (૩) લખનઉ મેવેરિક્‍સ (૪) મુંબઈ ફાઈટર્સ (૫) ચંદીગઢ લાઇન્‍સ અને (૬) ગ્‍વાલિયર વોરિયર્સ સામેલ છે.

આ ટુર્નામેન્‍ટના નિયમ મુજબ બધી ટીમો પોતાના રાજ્‍યના ૫ ખેલાડીઓની પસંદગી બાદ બાકીના ખેલાડીઓની ipl ની જેમ ઓક્‍સનમા ખરીદી કરવાની હોય છે.

બસ ફરક એટલો હોય છે કે ipl માં કરોડો રૂપિયા દઈને ખેલાડીઓની ખરીદી થતી હોય છે તેની જગ્‍યાએ વીલચેર ક્રિકેટ પ્રીમિયર લીગમાં માત્ર પોઇન્‍ટની બોલી લગાવીને ખરીદી થતી હોય છે. 

ભીમા ખૂંટી સાથે અમારી વાત થઈ ત્‍યારે ખૂંટીએ જણાવ્‍યું હતું કે વિલચેટ ક્રિકેટરો છેલ્લા ૧૦ વર્ષથી સ્‍ટ્રગલ કરી રહ્યા છે તોપણ જે સ્‍ટેજ તથા સ્‍પોન્‍સર મળવા જોઈએ તે હજી પણ વિલચર ક્રિકેટરોને મળતા નથી. ભીમાએ વધુમાં જણાવ્‍યું હતું કે આપણું રાજ્‍ય આર્થિક રીતે સધર હોવા છતાં મારા જેવા ઇન્‍ટરનેશનલ વીલચર ક્રિકેટરને હજી પણ સ્‍પોન્‍સર મળતા નથી.

હું ઘણા બધા દેશમાં રમી આવ્‍યો છું અને ગુજરાતનો કેપ્‍ટન પણ શું તો હું પોરબંદર તેમજ ગુજરાતની કંપનીઓ તથા આપણા બિઝનેસમેનોને અપીલ કરું છું કે તમારા CRS ફંડમાંથી યાતો થોડું દિલ મોટું કરીને એક ઇન્‍ટરનેશનલ વીલચેર ક્રિકેટરને સપોર્ટ કરીને આગળ વધારવામાં મદદરૂપ બનો.

જેમ બીજા રાજ્‍યના વીલચર ક્રિકેટરોને પોતાના રાજ્‍યમાંથી મદદ મળે છે એવી જ રીતે આપણા પોરબંદરની બિરલા અથવા હાથી સિમેન્‍ટ યા તો અન્‍ય કંપની કે બિઝનેસમેનો મને પણ સપોર્ટ કરશે એવી આશા કરું છું.

આપણા ભીમાભાઇ નું નામ એક વીલચેર ક્રિકેટર તરીકે મોખરે હોય છે. ઘણા બધા સ્‍ટાર ખેલાડીઓ એ પણ ભીમાભાઇની તારીફોના ફૂલ બાંધ્‍યા છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, આર અશ્વિન, રવિન્‍દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ તેમજ ઘણા બધા ક્રિકેટરોની સાથે તેમના ફોટો અને વિડિયો આપણે બધાએ જોયા છે. અને તેની સાથે ફિલ્‍મી સિતારોએ પણ ભીમાભાઇ ખૂંટીના ટેલેન્‍ટ ની સરાહના કરી છે. જેમાં હમણાં જ આપણા ભીમાભાઇ ખૂંટી વિશ્વ વિખ્‍યાત બોલીવુડ સ્‍ટાર  શાહરૂખ ખાનને મળ્‍યા હતા ત્‍યારનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો.

ટીમ લખનઉ  મેવેરિક્‍સનીચે મુજબ છે

૧ સોમજીતસિંહ ( કેપ્‍ટન )

૨ અભય પ્રતાપસિંહ

૩ અનમોલ

૪ ગૌરવ યાદવ

૫ રાજા બાબુ

૬ ભીમા ખૂંટી

૭ અનામિક ગુર્જર

૮ અબ્રાહમ

૯ વિશાલ ફાલકે

૧૦ ભરત પનવાર

૧૧ હુકુમ સિંગ

૧૨ ઇન્‍દ્રસેન રેડી

૧૩ પ્રશાંત સિંઘ

૧૪ સોનુ ગુપ્તા

૧૫ રાહુલ શર્મા

૧૬ અભિષેક સિંગ

૧૭ અકાર અવસ્‍થી  

(12:05 PM IST)