<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ભાવનગરના ૯૧ પોલીસની સામુહિક બદલી

ફરજમાં બેદરકારી દાખવનારા સામે કડક કાર્યવાહી શરૂ થતા ખળભળાટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૯ :  છેલ્લા કેટલાક સમયથી પોલીસ વિવિધ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા જવાનો દ્વારા તેમની ફરજમાં બેદરકારી દાખવવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી, તેમજ અસમાજીક તત્‍વો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના કારણે શહેરમાં ક્રાઈમ વધ્‍યો હોવાનું ધ્‍યાન પર આવતા ડીએસપી ડો.હર્ષદ પટેલે ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસ જવાનો અને અધિકારીઓ સામે કાર્યવાહી કરી ભરતનગર પોલીસ સ્‍ટેશનના એક કોન્‍સ્‍ટેબલને તેમજ પીઆઇ ઠાકોરને સસ્‍પેન્‍ડ કર્યા હતા.  જ્‍યારે નીલમબાગ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ જવાનોને ઝડપી પાડેલા શખ્‍સના મોબાઈલ ફોનમાં જીએસટી સંબંધી કેટલાક દસ્‍તાવેજ જોવા મળ્‍યા હોવા છતાં તેની સામે કોઈ કાર્યવાહી ન કરી હતી અને માર્ગ રકમની માંગણી કરી હોવાની ચર્ચા ઉઠતા ડીએસપીએ એક પીએસઆઇને લીવ રિઝર્વમાં મૂકી પાંચ કોન્‍સ્‍ટેબલની બદલી કરી હતી તો બે કોન્‍સ્‍ટેબલની જિલ્લા બહાર બદલી કરી નાખી હતી. દરમિયાન જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્‍ટેશનમાં તેમજ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા ૯૧ પોલીસ જવાનોની બદલી કરી છે

(1:23 PM IST)