<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

કાલાવડના મોટી નાગજરમાં બુધવારે વાંક પરીવાર દ્વારા માતાજીનો નવરંગ માંડવો અને નવચંડી યજ્ઞનું ભવ્‍ય આયોજન..

થાંભલી રોપણ, દેવપોહર, યજ્ઞ મહાપ્રસાદ બિડુ હોમ સાહિત્‍ય કાર્યક્રમો

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૯ જામનગર જીલ્લાના કાલાવડના મોટી નાગાજાર ગામે આવતા બુધવારે વાંક પરીવાર દ્રારા શ્રી મોમઈ માતાજીનો નવરંગ માંડવો, પાટોત્‍સવ ચંડીયજ્ઞ તથા કુળદેવીમાંના જાગરનુ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે

મળતી માહિતી મુજબ જામનગર જીલ્લાના કાલાવડના મોટી નાગાજણ ગામે વાંક પરીવાર દ્રારા-તાઃ-૧૧/૧૨/૨૦૨૪ ના રોજ બુધવારે શ્રી મોમાઈ માતાજીનો નવરંગ માંડવો, પાટોત્‍સવ, ચંડીયજ્ઞ તથા કુળદેવી માના જાગરણ  બુધવાર દિવસે આયોજન  પ્રસંગે   વાંક પરિવાર દ્વારા ભકતજનોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

વધુમાં મળતી માહિતી મુજબ આ ધાર્મિક પ્રસંગે તા. ૧૧ ના સવારે થાંભલી રોપણ, દેવપોહર, યજ્ઞ પ્રારંભ સવારે ૭:૩૦, માતાજીના સામૈયા સવારે ૮:૩૦, બિડુ હોમવાનું બપોરના શુભ ચોઘડીયા, ‘‘માં'' જાગર સાંજે ૬:૦૦ વાગ્‍યે, અને મહાપ્રસાદ સાંજે ૬:૦૦ કલાકે રાખવામાં આવેલ છે

આ ધાર્મિક પ્રસંગે વિશેષ ઉપસ્‍થિતમા સુપ્રખ્‍યાત શ્રી દિપો માતાજીના ભુવા ગમનભાઈ સાંથલ ભુવાજી,  વિગત માતાજીના ભુવા ગેમરભાઈ ખાખડી,વેરશી કોલા રમેશ કિંગ, સંજય ભાંડુ રમેલ કિંગ, સુપ્રખ્‍યાત કવિશ્રી કેદાનબાપુ પ્રખર કવિ-લેખક, વિશાલ દાન ગઢવી લોક ગાયક, ભરતભાઈ બોડા, કાલાવડ પ્રતિકભાઇ બોડા, કાલાવડ હિતેશભાઈ રાવળ, ગોંડલ જીગ્નેશભાઈ રાવળ,ગોંડલ સામતભાઈ રામભાઈ વાંક,  મોમાઈ માતાજીના ભુવા વિજયભાઈ બાબુભાઈ વાંક, મોમાઈ માતાજીના ભુવા જીલ્લુભાઈ રામસોરભાઈ વાંક, શ્રી મોગલ માતાજીના ઉપાસક સહિત ભુવાશ્રી હાજરી આપશે,આ ભવ્‍ય ધાર્મિક પ્રસંગમાં ઉપસ્‍થિત રહેવા ભકતજનોને અનુરોધ કરવામાં આવ્‍યો છે તેમ યાદી મા જણાવેલ છે.

(12:07 PM IST)