<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

રોઝી માતાજી મંદીર-અઢી બેટમાં જવા મંજુરી જરૂરીઃ જામસાહેબ

 

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૯:  જામસાહેબે જણાવ્યું છે કે, મને એવું સાંભળવામાં આવ્યું છે કે, એક બિલ્કુલ ખોટી અફવા ફેલાવવામાં આવી છે કે હવે રોઝી માતાજીના મંદિરે અથવા અઢીબેટમાં જવા માટે મંજૂરી મેળવવાની રીતિ નથી.

આ વાત બિલ્કુલ જૂઠ્ઠી છે હજી જેને રોઝી બેટમાં પ્રવેશ કરવો હોય તેને શ્રી હઝુર કાર્યાલયમાંથી ( સસેકસ લોજ, પેલેસ રોડ, શ્રી ગુરૂદત્તાત્રેય મંદિર પાસે, જામનગર - ૩૬૧ ૦૦૮ ) લેખિત મંજૂરી નિયમિત રીતે મેળવવાની છે. તેમ જામસાહેબશ્રીએ અંતમાં જણાવ્યું છે.

(1:35 PM IST)