તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
દ્વારકા જિલ્લામાં વ્યાજ વટાઉની પ્રવૃતીને અંકુશમાં લાવવા દરેક પોલીસ સ્ટેશનમાં લોકદરબાર

ખંભાળીયા તા. ૯: દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી નીતેશકુમાર પાંડે દ્વારા રાજકોટ પોલીસ મહાનિર્દેશક શ્રી અશોક યાદવના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે વ્યાજ વટાઉની પ્રવૃતિને અંકુશમાં લાવવા માટે સમગ્ર દ્વારકા જિલ્લાના તમામ પોલીસ મથકોમાં આ બાબતે જાગૃતિ લાવવા લોક દરબારોનું આયોજન કરવામાં આવ્યું હતું.
દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે ડી.વાય. એલ.પી.ઓ ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ વિ. દ્વારા ખંભાળીયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકાના તમામ પોલીસ મથકો પર પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજીને સામાન્ય જનતાને વ્યાજ વટાઉના કેસોમાં પોલીસ સ્ટેશને જઇને ફરિયાદ કરવા તથા કંઇપણ પરેશાની કે પ્રશ્ન આ બાબતનો હોય તો તાકીદે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું હતું. પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા લોક દરબારમાં ઉપસ્થિત લોકોને વ્યાજ વટાઉના કેસમાં કરવાની કામગીરી અંગે તથા જરૂર પડયે બેંકોમાંથી આસાનીથી કઇ રીતે લોન મેળવી શકાય તેની પણ જાણકારી આપવામાં આવી હતી તથા પ્રશ્નોતરી પણ યોજીને જાણકારી આપવામાં આવી હતી.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
