<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ભંડુરી પાસે ૭ના મોતની ઘટના બાદ એસ.પી હર્ષદ મહેતા ઘટના સ્થળે દોડી ગયા

 

જૂનાગઢ : માળીયા તાલુકાના ભંડુરી ગામ પાસે સવારે ૯ થી ૯.૩૦ વાગ્યાના અરસામાં બે કાર જેના નંબર જી.જે.૧૧.એસ ૪૪૧૬ અને જી.જે ૧૧.સીડી ૩૦૬૪ નંબરની કાર ધડાકા ભારે અથડાઈ હતી. જે પૈકીની કોઈ કારમાં સીએનજી ગેસ બોટલ બ્લાસ્ટ થવાની શક્યતા પણ નકારી શકાતી નથી, જેને કારણે એક મૃતદેહ બળેલી હાલતમાં મળી આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જ ૧૦૮ દ્વારા માળિયા ગડુ અને કેશોદમાંથી ૧-૧ એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલી આપવામાં આવી હતી. જે જગ્યા પર અકસ્માત થયો ત્યાંથી પસાર થઈ રહેલા કેટલાક લોકોનો મત એવો પણ છે કે, બંનેમાંથી એક કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને બીજા માર્ગ પર પડી હતી, જેને કારણે સામેથી આવનાર બીજી એક કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી, જેને કારણે સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટના બાદ એસ.પી. હર્ષદ મહેતા, ડીવાયએસપી સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા.(અહેવાલ- વિનુ જોશી, તસ્વીર-મુકેશ વાઘેલા : જુનાગઢ)

(1:45 PM IST)