તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ખેડૂતોને સહાયઃ ઇકો ઝોન મુદ્રાજૂલા-જાફરાબાદ કોંગ્રેસ દ્વારા આવેદન-ધરણા વિરજીભાઇ ઠુંમરની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ આક્રોશ ઠાલવ્યો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૯ :.. રાજુલા-જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવીને ઇકો ઝોન તથા ખેડૂતોને સહાય મુદ્ે રજૂઆત કરી હતી.
જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી તથા જિલ્લાનાં પુર્વ સાંસદશ્રીની ખાસ ઉપસ્થિતિમાં આજરોજ રાજુલા તાલુકા/શહેર, જાફરાબાદ તથા ખાંભા તાલુકામાં ગત ચોમાસામાં ખેડુતોને અતિવૃષ્ટિનાં કારણે જે ભયંકર નુકશાનીનો સામનો કરવો પડયો છે તેમજ ખેતી વિષયક પ્રાણ પ્રશ્નો અને તાજેતરનાં ઇકોઝોનનાં જટીલ પ્રશ્નોેનાં ઉકેલ માટે સરકારશ્રી સામે એક દિવસનાં ધરણાનો કાર્યક્રમ રાજુલા ખાતે યોજાયેલ. આ ધરણાનાં કાર્યક્રમમાં રાજુલા વિસ્તારનાં ખેડુતોના પ્રાણ પ્રશ્નોે છેલ્લા ૩૦ વર્ષ થી ભારતીય જનતા પાર્ટીની સરકારે ટલ્લે ચડાવી અને ઉદ્યોગપતિઓને માલા-માલ કરવાની રશમ સામે આક્રોશ ભરી રજુઆત સરકારશ્રીમાં કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ વિસ્તારનાં ગત ચોમાસામાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડુતોના પાકનો સંપુર્ણ નાશ થયેલ હોય સરકારશ્રી દ્વારા લેખિત/મૌખિક ખાત્રી આપેલ હોવા છતા આજદિન સુધી નિંભર તંત્રે કોઇ રાહત ભર્યો નિર્ણય ન કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર વિસ્તારના પ્રાણ પ્રશ્નો અંગે પ્રજાલક્ષી જાગૃતિ લાવવા અને બહેરી અંધ સરકારને જગાડવાનો પ્રયાસ કરેલ. આ સંદર્ભે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી પ્રતાપભાઇ દુધાતે આ વિસ્તારના ખેડુતો અને કાર્યકર્તાઓને મોટી હયા ધારણ આપી કોંગ્રેસ પક્ષ હંમેશા ખેડુતો ગરીબો અને મધ્યમવર્ગના અવાજને હંમેશા પ્રાધાન્ય આપે છે ત્યારે ખેડુતોએ આ સરકારના કરતુતોને અને ખેડુત વિરોધી નીતિઓને જાણી સમય આવે આવા લોકોને હવે પાઠ ભણાવી સત્તા વિમુખ કરવા પડશે ત્યારે જ ખેડુતોના પ્રશ્નોના ઉકેલ લાવી શકાય તેમ છે તેમ કહી ઉદ્યોગપતિઓને છાવરતી આ સરકારને ચેતવણી આપી ખેડુતોને તેમના હક્ક આપવા તાકીદ કરી હતી. આ પ્રસંગે પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુમરે ખેડુત વિરોધી નીતિઓની વિસ્તૃત છણાવટ કરી ખાતર, બિયારણ અતિવૃષ્ટિ,પાકનું ધોવાણ ખેડુતોને ખેતી વિષયક કાર્ડ માટે પડતી હાલાકીનો ઉલ્લેખ કરી ખેડુત પ્રત્યે સરકારની નિરસતા ને ઉજાગર કરી સરકારને આ અંગે સત્વરે કાર્યવાહી કરી રાહત આપવા માંગ કરી હતી.
જાફરાબાદ અને રાજુલા નગરપાલિકાના ચુંટણી સંદર્ભે શહેરી વિસ્તારોના પ્રશ્નોે પ્રત્યે વિસ્તૃત જાણકારી લઈ શહેરનાં પ્રાણ પ્રશ્નો ે પ્રત્યે પણ આવેદનપત્ર પાઠવેલ. આ સંદર્ભે રાજુલા નગરપાલિકાનાં પુર્વ પ્રમુખશ્રી છત્રસિંહજી ધાખડા તથા તેમના કાર્યક્રરો કોંગ્રેસપક્ષના વિચારોમાં પુનઃ સામેલ થઈ શહેરીજનોના પ્રાણ પ્રશ્નો પ્રત્યે આક્રોશ વ્યકત કરી કોંગ્રેસપક્ષનો ખેસ ધારણ કરી પક્ષ પ્રવેશ માન.પ્રમુખશ્રી પ્રતાપભાઇ અને વિરજીભાઇ હસ્તે ધારણ કરી પક્ષને મજબુત બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.
આ તકે તાલુકાનાં આગેવાનો છત્રસિંહજી ધાખડા પુર્વ પ્રમુખ નગરપાલિકા. ભગવાનભાઇ ભીખાભાઇ વાઘ ગાંગાભાઇ હડીયા તા.કો.પ્રમુખ, રવિભાઇ ધાખડા શહેર પ્રમુખ, અકિલભાઇ શેખડા, રસુલભાઇ દલ, બાલાભાઇ વાણીયા, અરવિંદભાઇ વાળા, હિતેષભાઇ સોલંકી, ઇમરાનભાઇ દલ, દલપતભાઇ ધાખડા, રફીકભાઇ મેમન, ઇમરાનભાઇ, મારૂ સાહેબ, નાથાભાઇ પરમાર, દિલીપભાઇ સોજીત્રા, મુસ્તાકભાઇ ગાહા, દાદાભાઇ બારોટ, અનકભાઇ સરપંચ, ઘનશ્યામભાઇ ભાલાણા, ઙ્કતાપભાઇ ગઢવી, ઉમેશભાઇ કલસરીયા, ઉકાભાઇ સોલંકી, રવજીભાઇ પરમાર, ડાયાભાઇ ચોહાણ, સીપરભાઇ ખોડાભાઇ સાખડ, યુવરાજભાઇ વરૂ યુથ કોંગ્રેસ, રાહુલભાઇ ધાખડા, ઘનશ્યામભાઇ શેખડા, મહમદભાઇ ગૌરી, ગીરધરભાઇ ઉનાગર, ભરતભાઇ વાણીયા, રમેશભાઇ કલસરીયા, હસુભાઇ પીપળીયા, ગજુભાઇ ડાભીયા, મોહનભાઇ બારૈયા, મહેન્દ્રભાઇ વરૂ સહિત કોંગ્રેસ અગ્રણી અને ખેડુતો ઉપસ્થિત રહ્યા હતાં. તેમ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવ્યું છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
