<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

સાવરકુંડલા શહેરને નવી રોશની આપશે મુખ્યમંત્રી શહેરી સડક યોજના...!

મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ૧૦૦૪.૯૦ લાખ રૂપિયા સાવરકુંડલા શહેર માટે મંજૂર કરાવતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાવરકુંડલા શહેરીજનો વતી નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યોએ ધારાસભ્ય કસવાલાનો સહૃદય આભાર માન્યો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવકુંડલા, તા., ૯: ગુજરાત સરકારના મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત સાવરકુંડલા શહેરના વિકાસને નવી ઉંચાઈએ લઈ જવાનું મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. જે  અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના  સાવરકુંડલા શહેરમાં ૧ થી ૯ વોર્ડના રસ્તાઓના નવીનીકરણ માટે રૂ. ૧૦૦૪.૯૦ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ યોજનાથી શહેરના ૧ થી ૯ વોર્ડના રસ્તાઓ નવા બનાવવામાં આવશે, જેનાથી વાહન વ્યવહાર સરળ બનશે અને નાગરિકોને સુવિધા મળશે ,આ યોજના સાથે સાવરકુંડલા શહેરનો સર્વાંગી વિકાસ થશે અને શહેરનું મુખ્ય ચિત્ર બદલાશે., સારા રસ્તાઓના કારણે શહેરના નાગરિકોને સુરક્ષિત અને આરામદાયક વાહનવ્યવહારની સુવિધા મળશે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ૧૦૦૪.૯૦ લાખ મંજૂર કરવા બદલ ગુજરાત  રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાનો નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તેમજ ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી તેમજ તમામ સદસ્ય દ્વારા આ  મંજૂર કરાવવા બદલ આભાર માન્યો હતો

(1:54 PM IST)