<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

જે.વી.મોદી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાતે

 સાવરકુંડલા : નુતન કેળવણી મંડળ સંચાલિત જે.વી મોદી હાઇસ્કુલ સાવરકુંડલાના બાળકો એ ભાવનગર સ્થિત પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર(રીજનલ સાયન્સ સેન્ટર) મુલાકાત લીધી હતી. ત્યાં મરીન ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, ઇલેકટ્રોમિકેનિકસ ગેલેરી, બાયોસાયન્સ ગેલેરી, નોબલ વિનર ગેલેરી બાળકોએ નિહાળી હતી.ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડી.એસ.ટી.ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સહયોગ એવમ ડીસ્ટ્રીકટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર,ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન,અમરેલીના સહકાર દ્વારા નિૅંશુલ્ક મુલાકાતપ્રદાન થઈ હતી. બાલ ભવન ના ડાયરેકટર નિલેશભાઈ પાઠક અને ભાવનગર સાયન્સ સેન્ટરના ઓફિસરો ગોસ્વામી ,ડો. પાયલ પંડિત, જોષી રમેશ સાહેબનો  જે.વી મોદી હાઇસ્કુલના પ્રિન્સિપાલ આશિષભાઈ જોશી અને નુતન કેળવણી મંડળના પ્રમુખ અને ટ્રસ્ટીઓ દ્વારા  વ્યકત કરવામાં આવ્યો. ને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો ક્રિષ્નાબેન લીંબડ, નીતિનભાઈ સાવજ અને હરેશભાઈ ગુજરાતી એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર- અહેવાલઃ ઇકબાલ ગોૈરીઃ સાવરકુંડલા)

(2:09 PM IST)