<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

મોરબી પંથકમાં છરી બતાવી લુંટ કરનાર ત્રણ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા

 

તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૯:  મોરબી તાલુકા વિસ્તારમાં શ્રમિકો સાથે અનેક લુંટના બનાવો બનતા પોલીસની ટીમે તપાસ હાથ ધરવામાં આવી હતી તો ખોખરા હનુમાન મંદિર નજીક રોડ પર લુંટના ગુનાની તપાસ દરમિયાન લુંટ કરનાર ત્રણ શખ્સોને ઝડપી લેવાયા છે.

વીસ દિવસ પહેલા મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસે આવેલ મોનોલીથ કારખાનામાં મજુરી કામ કરતા અમન અંબારામભાઈ કુશવા કારખાનામાં પોતાનું મંજુરી કામ કરી કારખાનાની બહાર ખરીદી કરવા જતા હોય દરમિયાન રાત્રીના બે મોટર સાઈકલ પર આવેલ ચાર ઇસોએ અમનભાઈ પાસે આવીને ગળે છરી રાખી તારી પાસે જે હોય તે આપી ડે તેવી ધમકી આપતા અમનભાઈ એ તેનો મોબાઈલ કીમત રૂ.૧૦,૦૦૦ તથા રોકડા રૂ.૧૨૫૦૦ ના મુદામાલ ની લુંટ કરી ચારેય નાશી ગયા હોય જે મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી

જે તપાસમાં મોરબી તાલુકા પોલીસ અને એલસીબી ટીમ કામગીરી કરી રહી હોય દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે લુંટને અંજામ આપનાર આરોપી માળિયા ગામ તરફ જતા રસ્તે રેલ્વે ફાટક પાસે આવેલ બેઠા પુલ તરફ જવાના રસ્તે બેઠેલ છે તેવી બાતમીના તપાસ કરતા અસગર રમજાનભાઈ મોવર,સમીર સુભાનભાઈ મોવર અને હનીફભાઈ અબ્બાસભાઈ ભટ્ટી ને રોકડ રકમ રૂ.૨૫૦૦ તથા લુંટમાં ગયેલ મોબાઈલ ફોન નંગ ૧ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો અવેશભાઈ સુભાનભાઈ મોવારનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે

ચારેય આરોપીઓ છેલ્લા ધણા સમયથી રાત્રીના સમયે મોટર સાઈકલ પર નીકળી મોરબીના અલગ અલગ જી આઈ ડી સી વિસ્તારમાં એકલ દોકલ મજુરોને રોકી છરી બતાવી ધાક ધમકીઓ આપી મોબાઈલ અને રોકડ પડાવી લુંટ કરવાની ટેવ વાળા છે અને જો કોઈ પ્રતિકાર કરે તો તેના પર હુમલો કરી હત્યા ને અંજામ આપી શકે તેમ છે.

ઝડપાયેલ આરોપીઓ પાસેથી રોડક રકમ રૂ.૨૫૦૦,છરી નંગ ૨ અને મોબાઈલ ફોન નંગ ૫ કીમત રૂ.૩૦,૦૦૦ એમ કુલ કીમત રૂ.૩૨૫૦૦ નો મુદામાલ કબજે  કરેલ છે.

(1:59 PM IST)