<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમારે ૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન અભિયાનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો

જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના એર નિક્ષય વાહન લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

(પરેશ પારેખ  દ્રારા) પોરબંદર તા.૯ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારત દેશમાથી ટીબી રોગનુ વર્ષ-૨૦૨૫ સુધીમા નિર્મૂલન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્રારા ''૧૦૦ દિવસ ની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ'' ની કામગીરી અંતર્ગત પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમારે ૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન અભિયાનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

આ તકે જિલ્લા પંચાયત  પ્રમુખ પરબતભાઇ પરમારે ટીબી વિશેની જાણકારી આપતા જણાવ્યું હતું. કે, ટીબી મુકત ભારત અભિયાનમાં જોડાઇને આપણા જિલ્લાને ટીબી મૂકત થાય તે દિશામાં કાર્ય કરવાં માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કામોની પ્રસંશા કરી હતી.

આ કાર્યક્રમમાં નિઃઅક્ષ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું અને અધતન સુવિધા ધરાવતી બે નિક્ષય વાહનનુ મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને ''૧૦૦ દિવસ ની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ'' નું ઓનલાઇન પ્રસારણ નિહાળ્યું  હતું.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતનાં મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન નિક્ષય વાહન જિલ્લાનાં ત્રણ તાલુકાની અંદર ફરશે જેમાં ૧ નિક્ષય વાહન પોરબંદર તાલુકાના ગામોની અંદર ફરશે અને બીજું નિક્ષય વાહન રાણાવાવ અને કુતિયાણાના તાલુકાના ગામોની અંદર ફરશે અને જેમાં ડોકટરની ટીમ દ્રારા ટીબીનું સ્ક્રીનીંગ, બીપી, ડાયાબીટીસ અને જરૂરી દર્દીઓના x-ray અને ગળફાનું નિદાન માટે રિફર કરવામાં આવશે  

જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી.ઠક્કરના માર્ગદર્શક હેઠળ જિલ્લા ક્ષય કેન્દ્ર પોરબંદર દ્રારા વર્ષ ૨૦૨૩ની ૪૧ ટીબી મુકત ગ્રામ પંચાયત થાય તે માટેના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ તકે પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, કારોબારી ચેરમેન આવડાભાઇ ઓડેદરા, જિલ્લા આરોગ્ય અધિકારી ડી.બી.મહેતા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ.વાઘાણી, જનસંપર્ક અધિકારીશ્રી સહિતનાં અગ્રણી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

(2:12 PM IST)