<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની ધરખમ આવક

માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ જતાં યાર્ડ દ્વારા 200 વીઘા જેટલી અલગ જમીન પણ ભાડે રાખવામાં આવી

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની ધરખમ આવક થઈ રહી છે. યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની બે લાખ પંદર હજાર બોરીની આવક થતાં યાર્ડ ડુંગળીથી છલકાયું છે. જેમાં 1 લાખ 90 હજાર લાલ ડુંગળીની બોરીની આવક અને 25 હજાર 20 સફેદ ડુંગળીની બોરીની આવક થઈ હતી. તો ડુંગળીની ભરપૂર આવક સામે 550થી 700 સુધીના ડુંગળીના ભાવ નોંધાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. હતો  મહત્વનું છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ડુંગળી પકાવતા ખેડૂત ડુંગળી વેચવા માટે મહુવા યાર્ડમાં આવે છે. માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ જતાં યાર્ડ દ્વારા 200 વીઘા જેટલી અલગ જમીન પણ ભાડે રાખવામાં આવી છે

(12:55 AM IST)