News of Tuesday, 10th December 2024
અમરેલીમાં દિનેશભાઇ પોપટ પરિવારના આંગણે પરસોતમભાઇ રૂપાલા

અમરેલીઃ ભાજપના પાયાના પથ્થર જનસંઘથી ભાજપ છેલ્લા ૫૦ વર્ષથી નિષ્ઠા પૂર્વક સક્રીય રહી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી પ્રમુખ દિનેશભાઇ પોપટ જેને કાર્યકર્તા દિનેશબાપાના નામથી પ્રેમથી બોલાવે છે. તેમના પોપટ પરિવારને આંગણે તેમની સાથે ચાર દાયકાથી કામ કરતા ભાજપના આગેવાન અને રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા એ અંતર પુછી ભાજપના વિકાસની અને જુની વાતો વાગોળી હતી.પોપટ પરિવારના મોભી દાસભાઇ પોપટ, એડવોકેટ અને નોટરી શૈલેષભાઇ પોપટ સાથે ચર્ચા કરી બધાજ પરિવારની ખબર અંતર પુછેલ અને પોપટ પરિવારને આંગણે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હોય આ માટે વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપેલ. આ તકે એડવોકેટ પીયુશભાઇ શુકલ, કિરણભાઇ નાંઢા, બંટીભાઇ ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મિતલબેન પોપટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી. (તસ્વીર- અહેવાલઃ અરવિંદ નિર્મળ- અમરેલી)
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
