News of Tuesday, 10th December 2024
ગાંધીધામમાં મૃત પશુઓનું ગૌમાસ વેંચાય છે? અખિલ ભારતીય નવયુગ સંસ્થાએ પોલીસ સાથે મળી ઝડપેલ ગૌમાંસ અંગે તપાસનો ધમધમાટ
નગરપાલિકામાં મૃતક પશુઓ ઉપાડવાનો કોન્ટ્રાક્ટ રાખનાર વ્યક્તિ પાસેથી આ માસનો જથ્થો લાવ્યો હોવાનું ખુલતા તે દિશામાં તપાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૦: ગઈકાલે તારીખ ૮/૧૨/૨૦૨૪ ના રોજ બપોરે ૩ વાગ્યા ની આસપાસ ગાંધીધામની અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ ને માહિતી મળી કે એક વ્યક્તિ ગૌમાંસ લઈને જઈ રહ્યો છે તો ચાવલા ચોકમાં એ પરપ્રાંતિય વ્યક્તિને ઉભો રાખીને ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો તેના થેલામાંથી વિવિધ થેલીઓ ગૌ માંસ ની પેક થયેલી અંદાજે દસ કિલો જેટલી હતી એવું જોતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણકારી અને પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા એની પાસે રહેલા થેલા મા માંસ દેખાતા એની ધરપકડ કરી વધુ તપાસ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તે માંસ કયાંથી લાવ્યો છે એનું પૂછતા એ વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુંદરપુરી વિસ્તારમાંથી માસ લાવ્યો હતો એમને કયાંથી લાવ્યો એને ત્યાં સ્થળ પર લઈ જતા અનિલભાઈ કરસનભાઈ પાતારીયા ના ઘરેથી લાવ્યો હતો અનિલભાઈ કરસનભાઈ પાતારીયા જે નગરપાલિકાના મળત્યુ પશુ ઉપાડવાના કોન્ટ્રાક્ટર છે અને એમના દ્વારા જ આ મળત્યુ પશુ જે મરી જાય છે એમનું માસ લઈ અને માર્કેટમાં વેચવામાં આવતું હતું એવું જાણવા મળ્યું છે એમના ધર ની તલાશી લેતા એમના ઘરેથી પણ માંસના મોટો જથ્થો મળ્યો છે કોન્ટ્રાક્ટર ના ઘરેથી માંસ નો જથ્થો ઉપાડી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા માસના ત્રણ સેમ્પલ લઈને એફએસએલ રાજકોટ મોકલાવેલા છે એફએસએલ નો રિપોર્ટ આવ્યા બાદ જ ગૌમાંસ નીકળશે તો ગૌમાંસ ની ફરિયાદ દાખલ કરવામાં આવશે.
મળત્યુ પામેલા ગાય નુ ગૌમાસ વેચવું એ કેટલું યોગ્ય છે બીમારીઓ થી મળત્યુ પામેલા પશુઓનું માસ વેચી ના શકાય અને મળત્યુ પામેલા ગૌમાસ ખાવાથી એનાથી અનેક મોટી બીમારીઓ પણ સર્જાય છે એવું આરોગ્ય સાથે ચેડા કરતાં આવા લોકો ને શરમ પણ નથી આવતી આ ગોરખ ધંધો કેટલા ટાઈમ થી ચાલતો હતો એ જોવાનું રહ્યું.
ગાંધીધામની લારીઓ હોટલોમાં પણ આ ગૌમાંસ જતું હતું એવું પણ જાણવા મળેલું છે આનાથી અજાણ્યા માં આ માંસ ખાતા કેટલાય લોકોનું ધર્મ ભ્રષ્ટ થયો હોય એવું પણ લાગી રહ્યું છે આવા સમાચાર સાંભળતા અનેક ની ધાર્મિક લાગણીઓ પણ દુભાણી છે.
આદિપુર ગાંધીધામ વિસ્તારમાં ગૌ માતાના પ્લાસ્ટિક અને અન્ય બીમારીના કારણે મળત્યુ વધારે પડતા થતા હોય છે જે રોજની સંખ્યા પાંચ થી ૧૦ ની હોય છે તો આટલા મોટા પ્રમાણમાં ગૌ માંસ નો જથ્થો કોન્ટ્રાક્ટર દ્વારા કયાં અને કેવી રીતે વેચવામાં આવ્યો એ પણ જાણવાનું રહ્યું ? અને કોની મીઠી નજર તળે આવડું મોટું કૌભાંડ ચાલુ હતું એ પણ જાણવાનું રહ્યું ?
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
