<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

સસ્‍તા મોજાના નામે કિંમતી રેડીમેડ કપડાની દાણચોરીઃ મુન્‍દ્રા અને કંડલાના ચીનથી આવેલા ૭૦ કન્‍ટેનર સીઝ

કસ્‍ટમ અધિકારીઓના નાક નીચે ડીઆરઆઈ ૭૦ કન્‍ટેનર ઝડપે છે, દેશદ્રોહી દાણચોર તત્‍વો સામે કસ્‍ટમમાં કડક અધિકારીઓ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦: કેન્‍દ્ર સરકાર દ્વારા દાણચોરી વિરુદ્ધ થતી કામગીરીમાં એજન્‍સીઓની ઢીલી કામગીરીને કારણે વ્‍હાઇટ કોલર દાણચોરીનું પ્રમાણ વધ્‍યું છે. મુન્‍દ્રા અને કંડલા બંદરેથી વધુ એકવાર ૭૦ જેટલા કન્‍ટેનર અટકાવી ડીઆરઆઈએ મોટું દાણચોરી કૌભાંડ ઝડપી પાડ્‍યું છે. જેનો રેલો છેક મુંબઈના જેએનપી પોર્ટ સુધી પહોંચ્‍યો છે. મળતી માહિતી મુજબ મુન્‍દ્રા અને કંડલા માં ૭૦ કન્‍ટેનર અટકાવાયા છે. જેમાં સસ્‍તા મોજાના નામે કીમતી રેડીમેડ કપડાં હોવાનું ખુલ્‍યું છે. મુન્‍દ્રા કંડલા બંદરે મોજા ઉપર સસ્‍તી ડ્‍યુટી ભરી કિંમતી રેડીમેડ કપડાંની ડ્‍યુટી ચોરી દ્વારા ૪૦ કરોડ રૂ.ની દાણચોરીનું કૌભાંડ ઝડપાયું છે. જોકે, કસ્‍ટમ દ્વારા મીડિયાને માહિતી અપાતી નથી. કસ્‍ટમ હોય કે ડીઆરઆઈ એમણે સરકારી એજન્‍સી પ્રેસ ઇન્‍ફોર્મેશન બ્‍યુરો પીઆઈબી દ્વારા સત્તાવાર માહિતી જાહેર કરી દેશદ્રોહી ગદ્દાર દાણચોરીના નકાબ ચીરવા જોઈએ. એને બદલે દેશને નુકસાન પહોંચાડનારા તત્‍વોને બચાવવાની પેરવી કરનાર અમલદારોની મિલકત તપાસવાની જરૂરત છે.

(10:45 AM IST)