<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

જોડિયામાં ગીતા જયંતિ મહોત્‍સવનો પ્રારંભઃ કાલે પૂ. મોરારીબાપુનુ પ્રવચન

૧૯૭પમાં શ્રી ગીતા જયંતિ ઉજવણીનો પ્રારંભ થયો'તોઃ ત્રિદિવસીય મહોત્‍સવમાં દરરોજ સંતો-કથાકારોના વકતવ્‍ય પૂ. મોરારીબાપુનુ કાલે જોડિયામાં આગમન થયુ હતું. તેઓએ મંદિરના દર્શન કર્યા હતાં. શ્રી ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા સ્‍વાગત કરાયુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર-વાંકાનેર તા. ૧૦ :..  પૂજ્‍ય શ્રી વિરાગ મુની દ્વારા જોડિયા ધામ ખાતે સ્‍થાપિત થયેલા શ્રી રામકળષ્‍ણ સાધના ટ્રસ્‍ટ સંચાલિત ગીતા વિદ્યાલયના ઉપક્રમે પૂજ્‍ય મોરારીબાપુની નિશ્રામાં ‘ગીતા જયંતિ મહોત્‍સવ' ઉજવાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જોડિયા ધામ ખાતે ૧૯૭૫ માં સૌ પ્રથમ ગીતા જયંતિની ઉજવણી નિમિતે મહોત્‍સવનો આરંભ થયેલો. એ મુજબ આ વર્ષે આ ૫૦ મો મહોત્‍સવ છે.

કાલે સાંજે ચાર વાગ્‍યે  પ્રારંભે ૪થી ૭ દરમિયાન સંતો કથાકારોના પ્રવચનો યોજાયા હતા. જેમાં પૂ. મોરારીબાપુ ઉપસ્‍થિત રહ્યા હતાં.  એ જ રીતે ૧૦ ડિસેમ્‍બરે પણ બીજી બેઠકમાં સવારે ૯ થી ૧ દરમિયાન તેમજ ત્રીજી બેઠકમાં સાંજે ૪થી ૭ દરમિયાન સંતો કથાકારોના પ્રવચન થશે.

કાલે ૧૧ ડિસેમ્‍બરે સવારે ૯-૩૦ કલાકે  મોરારીબાપુ ગીતાજયંતિ મહોત્‍સવ સંદર્ભે સંદેશ પાઠવશે.

આ સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ આસ્‍થા ભજન ચેનલ તેમ જ સંગીતની દુનિયાની યુટયુબ એપના માધ્‍યમથી માણી શકાશે. ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા સહુને આ કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ પૂજ્‍ય વિરાગમુનીજી સ્‍થાપિત શ્રી રામકળષ્‍ણ સાધના ટ્રસ્‍ટ - શ્રી ગીતા વિદ્યાલય, ધર્મક્ષેત્ર ખાતે ગઇકાલે પૂજ્‍ય મોરારીબાપુનું આગમન થયું હતું. ત્‍યારે ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા પૂજ્‍ય બાપુનું સ્‍વાગત કરવામાં આવેલ પૂજ્‍ય મોરારીબાપુએ સૌ પ્રથમ નામ મંદિરની દક્ષિણા કરીને ગીતા વિદ્યાલયમાં ચાલતા અંખડ શ્રી રામાયણજીના પાઠ માનસ મંદિરમાં દર્શન કરીને પાઠ કરેલ ત્‍યારબાદ કથાકારનું પૂજ્‍ય બાપુએ તિલક કરીને સ્‍વાગત કરેલ હતુ. ગીતા જ્‍યંતી મહોત્‍સવ દરમ્‍યાન સવારે એવમ વિશ્વ કલ્‍યાણ અર્થ હરી પર્સનાતાથેં હોમાત્‍મક યજ્ઞ યોજાયેલ છે.

(11:29 AM IST)