<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ઉનાના આમોદ્રામાં જૂના દડવા રાંદલ માતાજી મંદિર જીર્ણોધ્‍ધાર મહોત્‍સવનો પ્રારંભ

૩ દિવસ નું આયોજન : હેમાદ્રી શતચંડી યજ્ઞ શોભાયાત્રા આરંભ મહાપ્રસાદ રાસ ગરબા અને સંતવાણી છે જીર્ણોધાર મહોત્‍સવ દરમિયાન ગાય માતાને ઘાસચારો, કૂતરાઓને લાડવા, પક્ષીઓને ચણ

(નવીન જોષી દ્રારા) તા.૧૦ આમોદ્રાની સીમમાં જૂના દડવા રાંદલ માતાજી મંદિરનો જીર્ણોધાર કરવા ૩ દિવસીય મહોત્‍સવનો આજથી પ્રારંભ થયો છે આ મહોત્‍સવમાં હેમાંદ્રી, શતચંડી દ્રારા શોભાયાત્રા આરંભ મહાપ્રસાદ રાસ ગરબા અને રાત્રે સંતવાણીનું આયોજન કરેલ છે.

આમોદ્રા ગામ ની સીમ મા સેકડો વરસો જુનું દડવા રાંદલ માતાજી નું મંદિર આવેલ છે. તે મંદિર ને શિખર બંધ મંદિર બનાવવા અને મંદિર ના પરિસરમા શ્રી ગણેસજી, શ્રી હનુમાનજી, શ્રી ર્ભૈરવજીની નુતન મૂર્તિ દાતાઓ ના સહહકારથી કાર્ય પૂર્ણ થતાં દડવા રાંદલ મંડળ અને શ્રી આમોદ્રા ગામ સમસ્‍ત દવારા પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ આજથી જીર્ણોદ્વાર અને મુર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

આ ત્રણ દિવસ દરમીયાન હેમાદ્રી, દસ વિધાન, ગણેશ પૂજન, મૂર્તિ ની શોભા યાત્રા, અગિ્ન સ્‍થાપન, દેવતા પૂજન, ગ્રહ હોમ, જલાધિવાસ, સતચંડી યજ્ઞ, વાસ્‍તુ પૂજન, અશિખર સ્‍નમતવિધિ, અન્નધિવાસ, દેવતા મૂર્તિ પૂજન, મૂર્તિ ન્‍યાસ પ્રકર, દેવતા પ્રતિષ્‍ઠા, શિખા ધ્‍વજદંડ પ્રતિષ્‍ઠાપ મૂર્તિ સ્‍થિર હોમ, યજ્ઞ ની પૂર્ણા  હૂતિતા ૧૨ ને ગુરૂવારે કરાશે.

યજ્ઞ ની સંપૂર્ણ વિધિ મુખ્‍ય આચાર્ય શાષાી હિતેશ ભાઇ જોષી (દેલવાડા વાળા) અને  વિદ્વાન બ્રાહ્મણો સંપન કરાવશે આરતી અને મહા પ્રસાદ યોજાશે દિવસો દરમિયાન રાત્રિ ના રાસગરબા, સંત વાણી યોજાશે, ત્રણ દિવસ સુધી ગાય માતા ને ઘાસચારો, કૂતરાઓને લાડવા, પક્ષીઓ ને ચણ આપવામાં આવશે આમોદ્રા ગામ સમસ્‍ત ત્રણ દિવસ તથા ભાવિક ભક્‍તો ને મહા પ્રસાદ નો લાભ લેશે.

ત્રણ દિવસ દરમિયાન સાધુ અને સંતો હાજરી આપી આશીર્વચન આપશે આ મહોત્‍સવ માં તમામ ભક્‍ત જનો ને પધારવા આયોજકો એ જાહેર નિમંત્રણ એક યાદીમા આપવામાં આવ્‍યું છે.(

(2:29 PM IST)