News of Tuesday, 10th December 2024
જુનાગઢનો ફરાર કેદી મુંબઇથી મળી આવતા ઝડપાઇ ગયો

જુનાગઢ, તા. ૧૦: એ ડીવીઝન પોલીસ સ્ટેશન કલમ ૩૦૭,૧૨૦(બી), ૪૫૨, ૫૦૬(૨) મુજબના ગુન્હાના કામનો કેદી હનીફ ઉર્ફે બાટલી નુરમહમદ બીનહુશેની આરબ ઉવ આશરે ૪૧ ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે, સુખનાથ ચોક જમાલવાડી બે પીરની દર્ગાહ પાસે વાળાને દસ વર્ષની સજા ઉપરોકત ગુન્હાના કામે પડેલ હોય અને અને છેલ્લા ત્રણેક માસથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ હોય જે મજકુર કેદી પોલીસની પકડથી નાસતો ફરતો હોય અને તે હાલ મુંબઈ થી ટ્રકમા આવે છે. તેવી હકિકત મળતા તારાપુર-બગોદરા હાઇવે પર વોચ ગોઠવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા વોચ તપાસમા રહેતાં મજકુર આરોપી હાઇવે પર એક ટ્રક માથી મળી આવેલ હોય રાજકોટ સેન્ટ્રલ જેલનો ફરાર કેદી હોવાની કબૂલાત કરતો હોય જેથી તેને હસ્તગત કરી રાજકોટ સેન્ટ્રલ જેલને સોપવામા આવેલ.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર. જે.જે.પટેલ, પેરોલ ફલો સ્કોડના પો.સ.ઇ. વાય.પી.હડીયા તથા એ.એસ.આઇ. ઉમેશચંદ્ર મહેશચંદ્ર વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઇ છૈયા તથા પો. કોન્સ પ્રવિણસિંહ મોરી તથા દિવ્યેશભાઇ ડાભી તથા વુ.પો.કોન્સ. સેજલબેન ગળચર નાઓએ સાથે મળી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
