<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

જામનગરઃ કુંજ પક્ષીના શિકારના કેસમાં પકડાયેલ આરોપીઓની જામીન અરજીને અદાલતે ફગાવી દીધી

વન્ય પ્રાણી-જીવ અપરાધના ગુનામાં આરોપીઓની ધરપકડ કરાયેલ હતી

જામનગર તા. ૧૦: મુખ્ય વન સંરક્ષકશ્રી મરીન નેશનલ પાર્ક, જામનગર શ્રી આર. સેન્થીલકુમાર તથા નાયબ વન સંરક્ષકશ્રી મરીન નેશનલ પાર્ક જામનગર શ્રીમતી રાધીકા પરસાણા જીલ્લામાં ચાલતી વન્યજીવ શિકારની પ્રવૃતિ અટકાવવા માટે માર્ગદર્શન/સુચના અનુસંધાને તાલુકા વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફીસશ્રી મરીન નેશનલ પાર્ક દ્વારકા શ્રી એન. પી. બેલા દ્વારા વિવિધ ટીમો બનાવી દ્વારકા તાલુકાના ચરકલા, નાગેશ્વર ભીમગજા, મીઠી-ખારી વગેરે વિસ્તારોમાં થતા ગેરકાયદેસર ડોમેસાઇન ક્રેન (કુંજ-કરકરા) પક્ષીઓના શીકારને રોકવા રાત્રી પેટ્રોલીંગની કામગીરી કરવામાં આવતી હતી તે દરમ્યાન રાત્રી પેટ્રોલીંગની ટીમને નાગેશ્વર ગામના ખેડુત દ્વારા મળેલ જાણના આધારે ભીમગજા તળાવ પાસેથી છકડો રીક્ષા વાહન નંબર જીજે-૩૭-યુ-૦૬૬૦ ના ઠાઠામાંથી બે ક્ષણના કોથળામાં ભરેલ ચોવીસ-ર૪ ડોમેસાઇલ ક્રેન (કુંજ-કરકરા) પક્ષીના મૃતદેહો મળી આવેલ શીકારીઓ અંધારાનો લાભ લઇ ભાગી/નાસી ગયેલ હોય જેથી દ્વારકા રેન્જ ગુ.ના. રજી. નં. ૧/ર૦ર૪-રપ તા. ર૩-૧૧-ર૦ર૪ થી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭ર (સુધારા અધિનિયમ-ર૦રર), કલમ ર(૧,ર,૧૧, ૧રબી, ૧પ, ૧જ્ઞ, ર૦, ૩ર, ૩૩, ૩પ, ૩૬, ૧૭, ૩૮), ૯, ૩૯, ૪૪, ૪૮, ૪૯, પ૦, પર, પ૭થી અજાણીયા ઇસમો વિરુદ્ધ વન્યજીવન અપરાધનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

આ ગુનામાં રીક્ષા છોડી ભાગી ગયેલ આરોપી સબિર ઉમર ઉઢાએ મે. ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ કોર્ટ દ્વારકામાં આગોતરા જામીન અરજી કરતા વન્યજીવ સંરક્ષણ અધિનીયમ-૧૯૭ર તથા સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ વખતો વખતના ચુકાદાઓ સાથે શ્રી એન. પી. બેલા રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી દ્વારકાએ સરકારશ્રી તરફે સોગંદનામું રજુ કરતા સરકારી વકીલશ્રી લાખાભાઇ ચાવડાએ કુંજ કરકરા પક્ષી દુર-દુરથી આપણે ત્યાં આવતા હોય આપતા મહેમાન કહેવાય આ પક્ષીનો શીકાર કરવોએ ગંભીર પ્રકારનો ગુનો છે તેવી દલીલો રજુઆત ધ્યાને લઇ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ શ્રી કે. જે. મોદીના દ્વારા આગોતરા જામીન રદ કરતો ચુકાદો હતો.

આ કામના આરોપીઓ ૧. સબિર ઉમર ઉઢા, ર. યુસુબ સુલેમાન ઢોકી, ૩. ગુલામ જાકુબ ઇસબાની અને ૪. જુસબ ઇસ્માઇલ ભેસલીયાને ધોરણસર અટક કરી જયુ. મેજી. ફર્સ્ટ કલાસ સાહેબશ્રી ઓખાની કોર્ટમાં રજુ કરતા સરકારશ્રી તરફે શ્રી એન. પી. બેલા રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી દ્વારકા હાજર રહેલ સરકારી વકીલશ્રી માજીરાણા દ્વારા વન્યજીવ શીકારનો ગંભીર પ્રકારનો સંગઠીત અપરાધ આચરેલ હોય હાલ આ ગુનાની તપાસ ચાલુ હોય તેવી આરોપીઓને જામીન મુકત નહીં કરવા દલીલો રજુઆત ધ્યાને લઇ ઓખા કોર્ટના જયુ. મેજી. ફર્સ્ટ કલાસ જજ શ્રી પી.એસ. રાય દ્વારા જામીન નામંજુર કરતો ચુકાદો ખુલ્લી કોર્ટમાં સંભળાવવામાં આવેલ હતો. તમામ આરોપીઓને જામનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવેલ હતા દ્વારકા વિસ્તારના શીકારની પ્રવૃતિ સાથે સંકળયેલા ઇસમોમાં ફફળાટ વ્યાપી ગયો છે. આ કાર્યવાહીમાં તાલુકા વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફીસશ્રી એન. પી. બેલા રાહબરી હેઠળ રાઉન્૯ ફોરેઉસ્ટ ઓફીસશ્રી એસ. જી. કણજારીયા, કુ. યુ. પી. સાદીયા, વનરક્ષકશ્રી એન. જે. ગોગીયા, કે. એન. ભરવાડ, પી. એલ. બેડીયાવદરા, કા.રો. શ્રી વિનોદભાઇ ડાભી, છગનભાઇ ગોડેશ્વ્ર, ઇબ્રાહીમભાઇ શમા, ડ્રા. માયાભાઇ માતંગ, કિશનભાઇ માતંગનાઓ જોડાયા હતા.

(1:46 PM IST)