News of Tuesday, 10th December 2024
સાવરકુંડલાઃ આપણાં પતંગિયાં: ગુજરાતીમાં પતંગિયાં પર લખાયેલાં પ્રથમ પુસ્તકમાં જાણવા મળશે અજાણી વાતો
વન અધિકારી રૂચિ દવે લિખિત 'આપણા પતંગિયાં' પુસ્તકનું લોકાર્પણ ૪૨૪ પાનાનાં પુસ્તકમાં લેખકે પતંગિયાંનાં ગુજરાતી સુચિત નામો પણ આપ્યાં છે

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૧૦ ગુજરાત વન વિભાગમાં મદદનીશ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા રુચિ દવેએ ગુજરાતમાં જોવા મળતા પતંગિયાંઓ વિશે ગુજરાતી ભાષામાં માહિતિસભર અને રસપ્રદ પુસ્તક લખ્યુ છે. આ પુસ્તકનું વિમોચન જીતેન્દ્ર દેસાઇ મેમોરિયલ હોલ, નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ ખાતે યોજાયુ પુસ્તકનું વિમોચન પર્યાવરણવિદ્ એમ.કે. રણજીતસિંહ, ગીધ સરંક્ષણ ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત ડો. વિભુ પ્રકાશ, વનસ્પતિશાસ્ત્રની હરતી-ફરતી વિદ્યાપીઠ ગણાતા ડો. મીનું પરબીઆ અને પર્યાવરણ ઙ્કેમી લોકોની હાજરીમાં યોજાયું
પુસ્તકની પ્રસ્તાવના વાંકાનેર રાજપરિવારનાં મોભી અને મધ્યપ્રદેશ કેડરના નિવૃત આઇ.એસ.એસ (IAS) ઓફિસર એમ.કે. રણજિતસિંહએ લખી છે. સમગ્ર દેશમાં પતંગિયા ક્ષેત્રે મહત્વનું કામ કરનાર આઇઝેક કેહિમકરે પણ આ પુસ્તકને આવકાર્યું છે. ગુજરાતી ભાષામાં પતંગિયાં વિશેનું આ પહેલું અને એકમાત્ર પુસ્તક છે. તેનું પ્રકાશન વન્યજીવ સાહિત્ય પ્રકાશન સાથે વર્ષોથી સંકળાયેલા અજીત શામલે (Samalson designs) કર્યું છે.
લેખક રુચિ દવે ભાવનગર જિલ્લાનાં મહુવાનાં વતની છે. સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે વસતા ગીધોને લોકભાગીદારી અને લોકજાગૃતિ થકી કેવી રીતે સંરક્ષણ થઇ શકે તેનું દાખલારૂપ કામ કર્યું છે. રુચિ દવેએ સૌરાષ્ટ્રનાં ગીધો પર મહાશોધ નિબંધ (PhD) લખ્યો છે.
વન વિભાગ સાથે જોડાયા પહેલા માધ્યમિક શાળામાં ગણિત વિજ્ઞાન ભણાવતી હતી. બાર વર્ષની આ નોકરી દરમિયાન બાળકોને પર્યાવરણ સાથે જોડવા માટે શાળાની વિદ્યાર્થીનીઓને પતંગિયા ઉછેર શીખવતી હતી.
રુચિ દવે ૨૦૧૬નાં વર્ષમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષેત્ર વન અધિકારીની પરીક્ષા ઉતિર્ણ કરી અને વન વિભાગ સાથે જોડાયા. તેમને નોકરીનાં ભાગરૂપે તામિલનાડુનાં કોઇમ્બતૂર શહેરમાં વન સંકુલમાં દોઢ વર્ષ રહેવાનું થયું. રુચિ દવેએ કોઇમ્બતુરમાં ૧૦૦ એકરમાં પથરાયેલા ફોરેસ્ટ કેમ્પસમાં જોવા મળતા પતંગિયા વિશેનું એક પુસ્તક અંગ્રેજીમાં (A pictorial field guide to butterflies of forest campus, Coimbatore) સંપાદિત કર્યુ હતું. આ પુસ્તકની પ્રક્રિયા દરમિયાન જીવનસૃષ્ટિનાં આ નાંનકડા સજીવની અવનવી વાતો નજરે જોઇ અને રસપ્રદ માહિતી પણ મળી. આ પછી પણ પતંગિયા નિરીક્ષણ ચાલતું રહ્યું. તાલીમ પુરી કર્યા પછી ગુજરાતમાં પાછા આવ્યા ત્યારે વિચાર આવ્યો કે, પતંગિયા વિશે ગુજરાતી ભાષામાં ખાસ કાંઇ લખાયું નથી. જો બહોળા સમુદાય સુધી પતંગિયાંસૃષ્ટિની વાતો પહોંચાડવી હશે તો સ્થાનિક ભાષામાં એની વાતો લખાવી જોઇએ અને એ રીતે આ પુસ્તકનું વિચારબીજ રોપાયુ ંહતું.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
