<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

પોરબંદર પાસે જંગલમાં આગને કાબુમાં લેવા ફાયર બ્રીગેડની ટીમે ૭૦ હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો

જંગલમાં વારંવાર આગ કોઇ લગાડે છે કે લાગી જાય છે? તપાસ કરવા માગણી

 

 

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ : રતનપર પાસે જંગલમાં ભીષણ આગ ઠારવા પાલિકાની ફાયર બ્રીગેડની ટીમે ૭૦ હજાર લીટર પાણીનો 'મારો' ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

રતનપર પાસે જંગલમાં કેટલાંક સમયથી વારંવાર આગના બનાવો બને છે ત્યારે લોકોમાં પ્રશ્ન ચર્ચિત બન્યો છે કે જંગલમાં આગ કુદરતી રીતે  લાગે છે કે કોઇ તત્વો આગ ઇરાદાપૂર્વક લગાડે છે તેની તપાસ કરવા માગણી ઉઠી છે.

રતનપર પાસે જંગલમાં આગથી પર્યાવરણને મોટુ નુકશાન થાય છે વન્ય પશુ પક્ષી અને જીવ સૃષ્ટિ ઉપર જોખમ રહે છે.

(2:05 PM IST)