News of Tuesday, 10th December 2024
જામનગરના વોર્ડ નંબર-9ના સફાઈ કામદાર અને સેનેટરી ઇન્સ્પેકટર 22,500ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા
મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદાર હોય તેની નોકરીમાં સરળતા કરી આપવા અને હેરાનગતિ નહીં કરવા લાંચ માંગી હતી

જામનગરના વોર્ડ નંબર-9ના રવજી મગનભાઇ પરમાર, ઉ.વ.૩૩, અવેજી સફાઇ કામદાર, વોર્ડ નં.૯, જામનગર મહાનગરપાલિકા, વર્ગ-૪ અને પ્રકાશચંદ્ર મોતીલાલ મકવાણા, ઉ.વ.૪૧, સેનેટરી સબ-ઇન્સ્પેકટર, વોર્ડ નં.૯, જામનગર મહાનગર પાલીકા, વર્ગ-૩ મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદાર હોય તેની નોકરીમાં સરળતા કરી આપવા અને હેરાનગતિ નહીં કરવા 22,500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે
રિયાદીના દાદી જામનગર મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદાર હોય તેની નોકરીમાં સરળતા કરી આપવા અને હેરાનગતિ નહીં કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત નં -(1) નાએ આ કામના આરોપી @ પોતાના સાહેબ એટલે કે આક્ષેપિત નંબર- (2)નાએ કુલ રૂપિયા 22,500/_ ની રકમ આપવા જણાવેલ છે તેમ કહી લાંચની માંગણી કરી, આજ રોજ સાંજ સુધીમાં આપી દેવા જણાવેલ.જે લાચ ની રકમ આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે જામનગર એસીબી પોસ્ટે નો સંપર્ક કરી ફરિયાદ આપેલી.ફરિયાદીની ફરિયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતાં લાંચના આ છટકા દરમિયાન આક્ષેપિત નંબર (1) ના એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ ની રકમ રૂપિયા 22500/- સ્વીકારી, પોતાના હાથમાં લઈને ગણતરી કરવા લાગેલ જે વખતે તેઓને શંકા જતા ફરિયાદીશ્રી ને આ લાંચ ની રકમ પરત આપી દીધેલ અને ઓફિસે જઈ પોતાના સાહેબ એટલે કે આ કામના આક્ષેપિત નંબર-(2) ને આપવા જણાવેલ.જેથી આ કામના ફરિયાદીશ્રીએ આક્ષેપિત નંબર -(2) ની વોર્ડ નંબર-19 ની ઓફિસમાં જઈ આક્ષેપિત નંબર -(2) ને મળી તેવો સાથે હેતુલક્ષી વાતચીત કરી,આક્ષેપિત નંબર -(2)ના એ પોતાના મોબાઈલ માંથી આક્ષેપિત નંબર -(1) સાથે વાતચીત કર્યા બાદ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા 22500/- સ્વીકારતા ઝડપાઈ ગયેલ.આમ, બંને આરોપી એકબીજાની મદદગારી કરી, પોતાના રાજ્ય તરીકેના હોદ્દા નો દુરુપયોગ કરી, લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જઈ ગુનો કરેલ છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
