<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

આટકોટ બૂઢણપરી નદી ઉપરના પુલની રેલિંગ રીપેર કરાવવા માગણી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૧ રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આટકોટ અને વીરનગર  ગામની વચ્‍ચે બુઢણપરી નદી ઉપરના પૂલની રેલિંગ જર્જરીત થઈ ગઈ છે. આ રેલીંગ નો સાઈડનો મોટો કોલમ પડે તેમ છે.

આ રેલિંગના  લટકતા કોલમને લીધે સાઈડ કાપવા જતા વાહનો માટે અકસ્‍માતરૂપ સાબિત થાય તેમ છે. કોઈ મોટો જીવલેણ અકસ્‍માત બને અને જાનહાની થાય તે પહેલા આ રેલિંગનું સમારકામ કરાવવું જરૂરી છે. ચોવીસ કલાક સતત  ધમધમતા આ હાઇવે ઉપર દરરોજ હજારો વાહનો પસાર થાય છે ત્‍યારે આ પુલની ક્ષતીગ્રસ્‍ત રેલિંગને કારણે કોઈ મોટો ગંભીર બનાવ બને તે પહેલા તેનું સમારકામ કરાવવામાં આવે તેવી લોકોની લાગણી અને  માગણી છે.

(10:16 AM IST)