<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

સુત્રાપાડામાં પોલિયો બુથનો શુભારંભ કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ

 

સુત્રાપાડાઃ પાલિકા હોલમાં બાળકોને બે ટીપા પોલિયોના પીવડાવી પૂર્વ મંત્રી જશાભાઈ બારડે પોલિયો બુથનો શુભારંભ કરાવેલ હતો તેમજ ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોના ટીપા તેમના વાલી પીવડાવે અને ભારત સરકારના આ સફળ આયોજનમાં સહકાર આપી પોતાના બાળકોને આ ગંભીર બીમારી થી બચાવે તેવી અપીલ જશાભાઈ બારડે વ્‍યક્‍ત કરેલ હતી પાલિકા વિસ્‍તારમાં ૧૩ બુથ બનાવવામાં આવીયા, જેમાં ૨૧૩૬ બાળકોને પોલિયોના ટીપા પીવડાવાનો લક્ષ્યાંક છે, સુપરવાઈઝર અશોકભાઈ વાઘેલા, રામસિંહભાઈ ઝાલા, પ્રભાબેન બારડ આશાવર્કર બહેનો દ્રારા ૨૧૩૬ બાળકોને પોલિયોના ટીપા આપી ૧૦૦ ટકા લક્ષયાંક પૂરો કરવામાં આવશે.(તસ્‍વીર- અહેવાલઃ રામસિંહ મોરી- સુત્રાપાડા)

(12:07 PM IST)