<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

ભુજ તાલુકા સંકલન બેઠકમાં ધારાસભ્‍ય કેશુભાઈ પટેલ આકરા પાણીએઃ દારૂ, ગેરકાયદે વીજ કનેક્‍શન, ખાડા અને ગેરહાજર અધિકારીઓ મુદ્દે પસ્‍તાળ

અધિકારીઓની ઉપેક્ષિતતા મુદ્દે ભાજપી ધારાસભ્‍યએ સરકારમાં રજૂઆત કરવા કહ્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૧:  જિલ્લા અને તાલુકા સંકલન બેઠક યોજવાનો સરકારનો હેતુ પ્રજાકીય સમસ્‍યાઓનું નિવારણ છે. પરંતુ ખુદ વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બેઠક પ્રત્‍યે ઉપેક્ષિત રહે તો શું સમજવું? જોકે, ભુજ તાલુકા સંકલન બેઠકમાં શાસક પક્ષ ભાજપના ધારાસભ્‍ય કેશુભાઈ પટેલ આકરા પાણીએ જોવા મળ્‍યા હતા. બબ્‍બે ટર્મ જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂકેલા અને કેશુબાપાના નામે જાણીતા કેશુભાઈ પટેલ સામાન્‍ય રીતે શાંત પ્રકળતિના છે. પરંતુ આ સંકલન બેઠકમાં તંત્રના અધિકારીઓની ગેરહાજરીના નકારાત્‍મક અભિગમ બાબતે તેમણે ઉધડો લીધો હતો. પ્રાંત અધિકારી ડો. એ.બી. જાદવની અધ્‍યક્ષતામાં મળેલ બેઠકમાં ભુજ શહેર અને તાલુકાના પ્રજાકીય પ્રશ્‍નો રજૂ કરતા ધારાસભ્‍ય કેશુભાઈએ દેશી દારૂના વેચાણ સામે કડક હાથે કામ લઈ આ પ્રવળત્તિ સદંતર બંધ કરી બુટલેગર તત્‍વો સામે કડક હાથે કામ લેવા, સરકારના પરિપત્ર મુજબ દબાણોમાં વીજ જોડાણ આપવાની મનાઈ હોવા છતાંય વીજ જોડાણ અપાય છે જ્‍યારે રહેણાંક વિસ્‍તારોમાં તમામ આધાર પુરાવાઓ આપવા છતાંય વીજ જોડાણ આપવામાં અખાડા કરાય છે. ભુજ પાલિકા દ્વારા ગેરકાયદે કોમર્શિયલ દબાણો દૂર કરવા, ગટર-પાણી ની સમસ્‍યા હલ કરવા તેમ જ માર્ગ ઉપરના ખાડાઓ દુરસ્‍ત કરવા રજૂઆત કરાઈ હતી. આણંદસર ગામે આંગણવાડીને જમીન આપવા માટે રજૂઆત કરાઈ હતી. જોકે, આથી અગાઉ પણ ધારાસભ્‍ય કેશુભાઈ પટેલ સરકારી નિયમોને ચાતરીને નબળું બાંધકામ કરનાર સરકારી કોન્‍ટ્રાક્‍ટરોને યોગ્‍ય માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવાની ચેતવણી આપી ચૂકયા છે. સંકલન બેઠકમાં ગેરહાજર રહેતા અધિકારીઓ અંગે સરકારમાં રજૂઆત કરવા જણાવાયું છે.(

(11:41 AM IST)