News of Wednesday, 11th December 2024
કથાકારોએ ૧૦મો ભાગ સેવાકાર્યોમાં આપવો જોઇએ : પૂ. મોરારીબાપુ

રાજકોટ, તા. ૧૧ : જોડીયામાં શ્રી વિરાગ મૂનિ સ્થાપિત શ્રી ગીતા ગિદ્યાલયમાં આજે ગીતા જયંતિની પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે પૂ. મોરારીબાપુએ ખાસ ઉપીસ્થત રહીને કહ્યું હતું કે કથાકારોમાં ૧૦ મો ભાગ સેવાકાર્યોમાં આપવો જોઇએ છે જે ગામમાં કથા કરી હોય તે જ ગામાં આ રકમ સેવાકાર્યો માટે આપી દેવી જોઇએ હું પણ પહેલા ૧૦ મો ભાગ આપતો હતો પરંતુ પછી ઇશ્વરની કૃપા થઇ અને પછી ૯૦ મો ભાગ સેવા કાર્યમાં ઉપયોગ કરતો હતો.
પૂ. મરારી બાપુને લક્ષ્મીજીના ૮ પ્રકાર વિશે માર્ગદર્શન આપ્યું હતું.
જામનગર જિલ્લાના જોડિયાધામમાં પૂજ્ય વિરાગમુનિ સ્થાપિત શ્રી રામ કળષ્ણ સાધના ટ્રષ્ટ શ્રી ગીતા વિધાલય, ધર્મક્ષ્રેત્ર ખાતે આજરોજ (૫૦ મો શ્રી ગીતા જ્યંતી મહોત્સવ) પૂજ્યશ્રી મોરારીબાપુના પાવન સાનિધ્યમાં ઉજવાયો હતો આ દીવ્ય પાવન પર્વ સૌ પ્રથમ શ્રી ગીતા વિધાલયના બાળકોએ ગીતાજીના પાઠનું ગાન કરેલ ત્યારબાદ પૂજ્ય મોરારીબાપુ તથા સંતો કથાકાર દ્વારા શ્રી ગીતાજીની આરતી કરવામાં આવેલ હતી સવારે ૧૦:૦૦ વાગ્યે પૂજ્ય મોરારીબાપુએ મંગલ ગીતા સંદેશ પ્રવચન શરૂ કરેલ હતુ આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
