<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

ગ્રીન પોરબંદર પ્રોજેકટવાળા ધર્મેશભાઇના જન્‍મદિનની ઉજવણીઃ સન્‍માન

 

પોરબંદરઃ  સમાજસેવક અને ગ્રીન પોરબંદર પ્રોજેક્‍ટના કોર્ડીંનેટર, ધર્મેશભાઈ પરમારના ૪૧મા જન્‍મદિવસની ઉજવણી અને ગ્રીન પોરબંદર પ્રોજેક્‍ટ માટે આદર અને સન્‍માન સમારોહનું આયોજન શ્રી પ્રવીણભાઈ ખોરાવાની ઓફિસમાં કરવામાં આવ્‍યું હતું. આ જન્‍મદિન ઉજવણી અને સન્‍માન સમારંભમાં પાયોનિયર ક્‍લબ અને સાગરપુત્ર સમન્‍વય પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા,રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્‍થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા તેમજ ડો.સુરેશભાઈ ગાંધી સાહેબ,ડિસ્‍ટ્રિક્‍ટ ચેમ્‍બરના જતિનભાઈ હાથી,માજી વણોટ શ્રી હરજીવનભાઈ કોટીયા,પાયોનિયર ક્‍લબનાં સેક્રેટરી વિજયભાઈ ઉનડકટ, સિનિયર મેમ્‍બર જ્‍યેન્‍દ્રભાઈ ખુંટી,પિયુષભાઈ મજીઠીયા,ઘનશ્‍યામભાઈ મહેતા,જયેશભાઇ માંડવીયા,સંજયભાઈ લોઢારી અને પરેશ પારેખ હાજર રહ્યા હતા. ધર્મેશભાઈ પરમારે પ્રવીણભાઈ ખોરાવા અને રામદેભાઈ મોઢવાડીયા તેમજ હાજર સર્વે મહાનુભાવો નો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.  ધર્મેશભાઈ પરમારના આ પ્રોજેક્‍ટ માટેની પ્રતિબદ્ધતા અને સન્‍માનની અભિવ્‍યક્‍તિ એ એક પ્રેરણાદાયક ઉદાહરણ છે,જે બીજાઓને પણ સામાજિક જવાબદારીનો પૌરાણીક અભિગમ અપનાવવા માટે પ્રેરણા આપે છે. જન્‍મ દિનની ઉજવણી તથા સન્‍માનની તસવીરો.

(11:47 AM IST)