News of Wednesday, 11th December 2024
પોરબંદરઃ ૫૭ હજારના સોનાના વેઢલા અને દાગીનાની લુંટનો આરોપી ૧૬ વર્ષ બાદ ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૧: કુતિયાણા પોલીસ સ્ટેશન હદમાં ૧૬ વર્ષ પહેલા ૫૭ હજારના સોનાના વેઢલા તથા અન્ય દાગીનાની લુંટ ચલાવી નાસી ગયેલ. આરોપી મધ્યપ્રદેશના રીછુ ઉર્ફે રીસુ ઉર્ફે જીતુ નાયસિંહ (ઉ.વ.૫૦)ને પોરબંદર એલસીબીએ પકડી લીધો છે.
કુતીયાણા પો.સ્ટે. આઇ.પી.સી ક.૩૯૪,૩૯૫,૪૪૭, ૧૧૪.જી.પી.એકટ ક. ૧૩૫ મુજબનો ગુન્હો સને ૨૦૦૮ માં નોંધાયેલ હોય અને સદરહું ગુન્હામાં સોનાના વેઢલા તથા કડીઓ તથા સોનાના દાગીના તથા સોનાનો ચેઇન. તથા આઠ વીટીઓ તથા રોકડા રૂ. ૧૦,૦૦૦- મળી કુલ રૂા. ૫૭,૫૦૦/- ના મુદામાલની લુંટ થઇ હતી.
આ ગુન્હાના કામના ગેઝેટ પ્રસિધ્ધ નાસતા ફરતા આરોપી જીતુ ઉર્ફે રીશુ નથુસિંગ અમલીયાર રહે. પનેરી મધ્યપ્રદેશ વાળો પોતાના ગામ પનેરીમાં છે તેવી હકીકત મળતા એલ.સી.બી. સ્ટાફના એએસઆઇ ગોવિંદભાઇ મકવાણા તથા એચસી કુલદીપસિંહ જાડેજા તથા પીસી દુલાભાઈ ઓડેદરાને પનેરી ગામ તા.જોબટ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતે તપાસમાં મોકલતા આરોપી રીછુ ઉર્ફે રીસ્ ઉર્ફે જીતુ સન્ય ઓફ નાચસિંહ ઉર્ફે નાથુસિંહ સુકલાભાઇ માવડા (અમલીયાર) ઉ.વ.૫૦ રહે. પનેરી મધ્યપ્રદેશ વાળો તેના ગામ પનેરી ખાતેથી મળી આવતા મજકુર આરોપીને ઉપરોકત ગુન્હાના કામે વધુ પુછપરછ અર્થે પોરબંદર ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે કુતીયાણા પોસ્ટે. સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલસીબી પી.આઇ. આર.કે.કાંબરીયા તથા એએસઆઇ બટુકલાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર તથા ડબલ્યુએએસઆઇ લાખીબેન મકરીયા તથા એચસી ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા ડબલ્યુએચસી નાથીબેન કુછડીયા તથા પીસી નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. પીસી ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતા.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
