News of Wednesday, 11th December 2024
ગોંડલમાં રૂરલ એસઓજીએ ગાંજાના જથ્થા સાથે સંજુ અને મહેન્દ્રને ઝડપી લીધા
મુખ્ય સપ્લાયર રાજસ્થાનનો મહેન્દ્ર ગાંજાના જથ્થા સાથે જેતપુર કપડા લેવા સંજુ સાથે આવ્યા'ને પોલીસે ઝડપી લીધા

રાજકોટ, તા., ૧૧: રૂરલ SOG બ્રાન્ચે ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
રાજકોટ રૂરલ SOG બ્રાન્ચના PI એફ.એ.પારગી, PSI બી.સી.મીયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ASI જયવિરસિંહ રાણા, પ્રહલાદસિંહ રાઠોડ અને અરવિંદભાઈ દાફડાને હકીકત મળતા ઉમવાડા ચોકડી પાસે આવેલ લોખંડનાં ઓવરબિજ પાસે સંજુ દિપકભાઈ વાઘેલા રહે જેતપુર અને મહેન્દ્રભાઈ ઉર્ફે રાજેશ હલીયાભાઈ કટારા રહે ઝેર, રાજસ્થાન વાળાને ૫.૭૪૯ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો, બે મોબાઈલ મળી કુલ ૬૧,૪૯૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. અને ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ, એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાચદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ જેતપુરનો સંજુ રાજસ્થાન ગાંજાનો જથ્થો લેવા ગયા બાદ સપ્લાયર રાજસ્થાનનો મહેન્દ્ર જેતપુરના સંજુ સાથે કપડા લેવા ગાંજાના જથ્થા સાથે જેતપુર આવતા હતા તે દરમિયાન ગોંડલ પાસેથી પોલીસે બંનેને દબોચી લીધા હતા. આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના ઇન્દુભા જાડેજા, અમીતભાઇ કનેરીયા, સંજયકુમાર નિરંજની તથા પો.હેડ કોન્સ. અરવિંદભાઈ દાફડા, પ્રહલાદસિંહ રાઠોડ, શિવરાજભાઇખાચર, પો.કોન્સ રઘુભાઈ ઘેડ, વિજયગીરી ગોસ્વામી, ચિરાગભાઈ કોઠિવાર તથા ડ્રા.એ.એસ.આઇ અમુભાઈ ગગુભાઈ વીરડા સહિતના જોડાયા હતા.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
